Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati Essay-પર્યાવરણ સુરક્ષા - પ્રદૂષણ અને પર્યાવરણ

Gujarati Essay-પર્યાવરણ સુરક્ષા - પ્રદૂષણ અને પર્યાવરણ
, ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (12:31 IST)
Gujarati Essay-પર્યાવરણ સુરક્ષા - પ્રદૂષણ અને પર્યાવરણ 
એકવીસમી સદીને ઉબરેં આવીને ઉભેલા વિશ્વ સમક્ષ જે આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે. પર્યાવરણની જાળવાણે! ભૂતકાળમાં ક્યારેક નહોયતી થએ એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેલ વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ભલભલા માંધાતાઓની પણ ઉંઘ હરામ કરી દીધી છે. "ભોપાલ ગેસ હોનારત" તો જેની આગળ "ચટણી " જેવી ગણાય.  એવી ભયંકર હોનારતો મહાસત્તાઓના ઘરઆંગણે બની રહી છે. અને એનો સિલસિલો કયાં સુધી લંબાશે અને કોને હડપ કરી જશે એ કોઈ જાણતું નથી. 
 
વીસમી સદીમાં એવું તે શું બન્યું કે પર્યાવરણની જાણવણી માનવહસ્તી માટે એક પડકાર બનીને ઉભી થઈ ગઈ ? આવો પ્રશ્ન થાય એ સ્વભાવિક છે. આ કોઈ કુદરતસર્જિત આપત્તિ નથી. માનવસર્જિત આફત છે. એટલું તો સૌ કોઈ સમજે છે કેમ કે આ તો "હાથના કર્યા જ હૈયે વાગ્યા" છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની અભૂતપૂર્વ સિદ્ધિઓની ફુલાઈ ગયેલા માનવીએ કુદરતને નાથવાના અને સંપત્તિની જમાવટ કરીને ભૌતિક-દૈહિક સુખ ભોગવવાના જે ખતરારૂપ અખતરા કર્ય તેન એ લીધે જ "પ્રદૂષણ" નો ધોધ છૂટયો ; જેણે પર્યાવરણનું  પાવિત્ર્ય છિન્નભિન્ન કરી નાખ્યું. એટલું જ નહી, કુદરતી સમતુલાને એટલી હદે ખોરવી નાખી કે, એકબીજાને આધારે ટ્કતી-નભતી જીવંત સૃષ્ટિની જીવનશૈલી પ્રદૂષિતને કલુષિત થતાં. હવા-પાણી અનાજ શાકભાજી બધું જ અશુદ્ધ અને જંતુયુક્ત બની જતાં. માનવીના આયુષ્ય અને આરોગ્ય માટે ભયંકર ખતરો ઉભો થયો. 
 
પશુ, પક્ષી,સમુદ્રજીવન, વૃક્ષ-વનસ્પતિ બધું હ "હું ભોગવું તેમ ભોગવાય" એવા મિથ્યા ખ્યાલમાં રાચતા માનવીના હાથમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું અમોઘ શસ્ત્ર આવ્યું અને એણે ટર્બાઈન પંપની સહાયથી ભૂગર્ભ જળની અને ખનિજ તેલની રાશિને અનિતયંત્રિત રીતે ઉલેચવા માંડી. કારખા અને વસવાટની જંગી ભૂખ 
સંતોષવા તોતીંગ વૃક્ષો ધરાશાયી કર્યા. રાસાયણિક ઉદ્યોગની જડીબુટ્ટી હાથ આવી એટલે રાક્ષસી જદના કારખાના નાખ્યા આ કારખાનાએ સલ્ફર ડાયોક્સાઈડ  માંડી અનેક ઝેરી ગેસ ઓકવા માંડ્યા એટલું જ નહિ , રોજનું અબજો ગેલા પાણી વાપરી વાપરીને, અશુદ્ધ થયેલા દૂષિત જળ કયાંક સમુદ્રમાં, કયાંક સરોવરમાં, કયાંક નદીમાં, કયાંક કોતરમાં તો , કયાંક ખાણોમાં પડતરોમાં ઠાલવવા માંદ્યા. આ ઉચ્છિષ્ટ, અપેય, અનુપયોગી જળની સાથે રસાયણોનું મિશ્રણ પર ઠલવાતું ગયું. પરિણામે નદી, સરોવર, સમુદ્રના પાણી એવા વિનાશક થયા કે યુગોથી જે વિઘાતક અસર થઈ એના આંકડા જો પ્રગટ થાય તો એ વાંચીને જ કઈકના હાર્યફેઈલ થઈ જાય! 
 
આજના સ્વાથી માણસો પોતાને માટે મોજશોખની વસ્તુઓ મેળવવા પાર્યવરણો નાશ કરે છે. દંતૂશૂળ મેળકકા તે હાથીઓનો શિકાર કરે છે. પીંછા મેળવવા મોરએ મારી નાખે છે. મુલાયમ રૂવાંટીવાળાં પર્સ બનાવવા તે સસલાંને રહેંસી નાખે છે. ઘરનું રાચરચીલું બનાવવા તે આડેધડ વૃક્ષો કાપે છે. આમ, માનવી પોતે જ પર્યાવરણની સમતુલાને જોખમમાં મૂકી રહ્યા છે. 
 
અંતે તો, પર્યાવરણની જાળવણીના તાતકાલિક અમલમાં આવે એવા બે ઉપાયો યોજવા "વિશ્વ પર્યવારણ દિવસ" પ્રતિજ્ઞા લેવાઈ છે; 1. ઓદ્યોગિક પ્રદૂષણ રોકવું અને 2. કુદરતે જન્માવેલી વનશ્રી, જળસંપત્તિ પ્રાણજીવનને નષ્ટ્પ્રાય થતું અટકાવવું. તેના અમલીકણ માટે કેવળ સરકાર કે સરકારી તંત્ર જ નહિ એકચેક 
જાગૃત નાગરિક આગળ આવે તો જ આપણે પર્યાવરણની જાણવળીનો યક્ષપ્રશ્ન ઉકેશી શકીએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મારો યાદગાર પ્રવાસ/ પ્રવાસનું મહત્વ