Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Railway e-tickets પર સર્વિસ ચાર્જ નહી, ખોટની ભરપાઈ માટે IRCTCને 120 કરોડ રૂપિયા આપશે નાણાકીય મંત્રાલય

Railway e-tickets પર સર્વિસ ચાર્જ નહી, ખોટની ભરપાઈ માટે IRCTCને 120 કરોડ રૂપિયા આપશે નાણાકીય મંત્રાલય
, મંગળવાર, 3 જુલાઈ 2018 (15:48 IST)
ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગમાં ટ્રેન મુસાફરોએ સર્વિસ ચાર્જમાંથી છૂટ આપવા માટે આઈઆરસીટીસી ( irctc.co.in )ને મોટુ નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ છે.  આ નુકશાનની ભરપાઈ માટે નાણાકીય મંત્રાલય વર્ષ 2018-19 માટે ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગ પોર્ટલને 120 કરોડ રૂપિયા આપશે.  વર્ષ 2017-18 માટે પણ આઈઆરસીટીસીને 88 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી. 
 
એક સરકારી અધિકારીએ કહ્યુ કે જ્યા સુધી IRCTC રેલવે ઈ-ટિકિટ પર સર્વિસ ચાર્જમાંથી છૂટ આપતુ રહેશે ત્યા સુધી તેને સરકાર તરફથી તેની ભરપાઈ કરવામાં આવશે. 
 
નવેમ્બર 2016માં નોટબંધી પછી IRCTCએ લોકોને ઓનલાઈન ટિકિટ બુકિંગમાં સર્વિસ ચાર્જ ન લેવા મટે કહેવામાં આવ્યુ હતુ જેથી તે ડિઝિટલ લેવદ-દેવડ પ્રત્યે પ્રોત્સાહિત થઈ શકે. પહેલા જૂન 2017 સુધી કોઈ ચાર્જ ન લગાવવા માટે કહેવાયુ હતુ પણ લોકોને વધુ રાહત આપવા તેને અનેકવાર આગળ વધારવામાં આવી. વર્તમાનમાં પણ ડિઝિટલ લેવડ-દેવડને પ્રોત્સાહિત કરવા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં સર્વિસ ચાર્જ લેવામાં નથી આવી રહ્યો. 
 
આઈઆરસીટીસીની વાર્ષિક રિપોર્ટ મુજબ સર્વિસ ચાર્જ હટાવવાથી કંપનીને 220 કરોડનુ નુકશાન થઈ રહ્યુ છે. વર્ષ 2015-16માં કંપનીને જ્યા ઈંટરનેટ ટિકટિંગમાં 632 કરોડ રૂપિયાની કમાણી થઈ તો બીજી બાજુ 2016-17માં 466 કરોડ રૂપિયાની કમાણી થઈ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદનાં અશાંત વિસ્તારોની સંખ્યામાં થયો વધારો, જાહેરનામું બહાર પડ્યું