Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જિયો ખુશખબર : રૂપિયા 247માં 84 દિવસ માટે ડેટા કોલિંગ, હવે સૌને ચોંકાવી નાખ્યા

જિયો ખુશખબર : રૂપિયા 247માં 84 દિવસ માટે ડેટા કોલિંગ, હવે સૌને ચોંકાવી નાખ્યા
, ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (16:21 IST)
રિલાયંસ જીયો કંપની નવા નવા સારા ઓફર રજુ કરવા માટે પોતાની એક અલગ ઓળખ બનાવી ચુકી છે. ખૂબ જ ઓછા સમયમાં જિયો પોતાના ગ્રાહકો વચ્ચે ખૂબ જ પૉપુલર થઈ ચુકી છે. જિયોના ઓફર જિયો ગ્રાહકોના દિલમાં ધડકનની જેમ ધડકી રહ્યા છે. કારણ એ છે કે બાકી કંપનીઓ સાથે ઓછી કિમંતમાં ખૂબ જ શાનદાર બેનિફિટ જિયો દ્વારા ઉપલબ્ધ કરાવી દેવામાં આવે છે.  જેને કારણે ટેલીકોમ માર્કેટમાં ફક્ત 2 વર્ષના સમયમાં જ 28 કરોડથી પણ વધુ ગ્રાહક પોતાની સાથે જોડી લીધા છે. 
 
હવે જિયો કંપનીએ પોતાના ગ્રાહકો માટે નવી ખુશખબરી આપી દેવામાં આવી છે. જેમા જિયો ગ્રાહકોને ઓછી કિમંતમાં લાંબા સમયની વૈલિડિટી મળી જશે.  જિયોના નવા ઑફરની કિમંત રૂ 297 રાખવામાં આવી છે પણ તમે આ રીતે આ ઓફરને ફક્ત રૂ 247માં પ્રાપ્ત કરી શકો છો પણ પહેલા આ ઓફર વિશે સંપૂર્ણ માહિતી પુરી પાડી દેવામાં આવે તો જિયોના આ ઓફરમાં ગ્રાહકોને રોજ 500 એમબી ડેટા મળી જશે.  આ ઓફરની વૈલિડિટી 84 દિવસ માટે રહેશે. વૈલિડિટી સારી હોવાની સાથે સાથે અન્ય બૈનિફિટ પણ ખૂબ જ સારા આપ્યા છે. ચાલો જાણીએ.. 
 
જિયો ગ્રાહકોને 84 દિવસ માટે ડેટા અને કોલિંગની સુવિદ્યા ઓછી કિમંતમાં જ મળી જશે.  જિયોના આ ઓફરમાં ગ્રાહકોને લોકલ અને એસટીડી બધા નંબર પર વૉઈસ કોલિંગની સુવિદ્યા 84 દિવસ સુધી મળશે.  આ ઉપરાંત કુલ મળીને 300 sms અને રોમિંગની સુવિદ્યા પણ બિલકુલ ફ્રીમાં મળશે. જિયો એપ્સના સબસ્ક્રિપ્શન પણ આ ઓફરમાં બિલકુલ ફ્રી માં મળશે.  જો ગ્રાહકોને રોજનો 4G સ્પીડ ડેટા ખતમ થઈ જાય છે તો પણ ગ્રાહકોને 64 કેબીપીએસની સ્પીડથી અનલિમિટેડ ડેટા ઉપયોગ કરવા મળશે. 
 
ફક્ત રૂ 247માં 84 દિવસની વૈલિડિટી 
 
જિયોના રૂ. 297વાળી ઓફરને ફક્ત રૂ. 247માં મેળવવા માટે ગ્રાહકોએ માય જિયો એપ દ્વારા રિચાર્જ કરાવવુ પડશે.  ત્યા રિચાર્જ કરવાથી જિયો ગ્રાહકોને ફાયદો એ થશે કે તમે ત્યાથી જિયોના રૂ. 50ના એક વાઉચરને પણ રિડીમ કરી શકો છો.  આ હિસાબથી 297-50=247 થાય છે અને આ રિચાર્જ ફક્ત રૂ. 247માં પડી જશે.   મતલબ સ્પષ્ટ છેકે જો ગ્રાહક માય જ ઇયો એપથી રિચાર્જ કરાવીને રૂ. 50 નુ વાઉચર રિડીમ કરે છે . આવુ કરવાથી જિયો ગ્રાહકોને ફક્ત રૂ. 247 માં જ 84 દિવસની વૈલિડિટી સાથે ડેટા અને કોલિંગ મળી જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Petrol Price Today - આજે પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો