Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતીઓએ ચાર મહિનામાં 18000 કરોડનું કાળું નાણું જાહેર કર્યું: RTI

ગુજરાતીઓએ ચાર મહિનામાં 18000 કરોડનું કાળું નાણું જાહેર કર્યું: RTI
, મંગળવાર, 2 ઑક્ટોબર 2018 (13:59 IST)
કેન્દ્ર સરકારની ઈન્કમ ડિકલેરેશન સ્કીમ (IDS) અંતર્ગત ગુજરાતીઓએ વર્ષ ૨૦૧૬માં ચાર મહિના દરમિયાન ૧૮૦૦૦ રૂપિયાનું કાળુ નાણું જાહેર કર્યું હતું. જૂન અને સપ્ટેમ્બર ૨૦૧૬ દરમિયeન નોટબંધીનાં પહેલા આ કાળા નાણાં વિશે ઈન્કમ ડિકલેરેશન સ્કીમ (IDS) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. 

પ્રોપર્ટી ડીલર મહેશ શાહ દ્વારા ૧૩૮૬૦ કરોડ રૂપિયાની ગેરકાયદેસર નાણાનો ખુલાસો કરાયા બાદ તેમજ નોટબંધી પહેલા આ મુદ્દે સ્પષ્ટતા થઈ ગઈ હતી. એક આરટીઆઈનો જવાબ આપતા આયકર વિભાગે જણાવ્યુ કે, ગુજરાકમાં આઈડીએસ અંતર્ગત જૂન ૨૦૧૬થી સપ્ટેમ્બર ૨૦૧૬ દરમિયાન ૧૮૦૦૦ રૂપિયાનાં કાળાનાણાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત જાહેર કરવામાં આવેલ ૬૫૨૫૦ કરોડ રૂપિયાનાં ૨૯ ટકા જેટલો ભાગ થાય છે. 

આ આરટીઆઈનો જવાબ લગભગ બે વર્ષ પછી મળ્યો છે. અમદાવાદનાં પ્રોપર્ટી ડીલર મહેશ શાહ દ્વારા આઈડીએસ અંતર્ગત ૧૩૮૬૦ કરોડનાં કાળા નાણાંની જાહેરાત કર્યા બાદ ભારતસિંહ ઝાલા નામનાં વ્યક્તિએ ૨૧ ડિસેમ્બર ૨૦૧૬નાં રોજ આરટીઆઈ અંતર્ગત જાણકારી માંગી હતી. જો કે, પહેલા ઈન્સ્ટોલમેન્ટની ચૂકવણી વખતે ગડબડ થયા બાદ મહેશ શાહનું આઈડીએસ રદ કરવામાં આવ્યું હતું. 

જો કે, ઈન્કમ ટેક્સ વિભાગે હાલમાં નેતાઓ, પોલીસ અધિકારીઓ તથા બ્યુરોક્રેટ્સ દ્વારા જાહેર કરાયેલ કાળાનાણા પર મૌન સાધ્યું છે. બે વર્ષના સંઘર્ષ બાદ આ અંગેની જાણકારી સામે આવી છે. ભારતસિંહ ઝાલાએ જણાવ્યું કે, ‘પહેલા મારા આ પ્રકારનાં આવેદનોને આમ-તેમ કરીને ફગાવી દેવાયા હતાં. ત્યારબાદ ઈન્કમ ટેક્સ વિભાગે ગુજરાતી ભાષામાં આવેદનનો હવાલો આપતા જાણકારી આપવાની ના પાડી દીધી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત કોંગ્રેસે ચોકીદાર કે ભાગીદાર?ના હેડિંગ સાથે બહાર પાડી પત્રિકા