Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#MeTooના લપેટામાં ગૂગલ, 48 લોકોને નોકરીમાંથી કાઢ્યા

#MeTooના લપેટામાં ગૂગલ, 48 લોકોને નોકરીમાંથી કાઢ્યા
, શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (13:10 IST)
ઈંટરનેટ જગતની સૌથી મોટી કંપની ગૂગલના કર્મચારી પણ મીટૂ ના ચપેટમાં આવી ગયા છે. કંપનીએ આના પર પણ મોટી કાર્યવાહી કરતા 13 વરિષ્ઠ મેનેજરો સહિત કુલ 48 લોકોને નોકરીમાંથી કાઢી નાખ્યા  છે. આ બધા પર છેલ્લા બે વષ દરમિયાન યૌન ઉત્પીડન કરવાનો આરોપ લાગ્યો હતો. ગૂગલે કહ્યુ કે આ પગલુ અનુચિત વ્યવ્હારને રોકવા માટે ઉઠાવ્યુ છે. 
 
તકનીકી ક્ષેત્રમાં અમેરિકાની મોટી કંપનીએ પોતાના મુખ્ય કર્મચારી અધિકારી સુંદર પિચઈ તરફથી આ નિવેદન રજુ કર્યુ.  આ નિવેદન એક સમાચારના જવાબમાં આવ્યુ છે. જેમા કહેવામાં આવ્યુ કે ગૂગલના એક વરિષ્ઠ કર્મચારી અને એંડ્રોઈડના નિર્માણ કરનારી એંડી રૂબિન પર દુરાચારનો આરોપ લાગ્યા પછી તેમને નવ કરોડ ડોલરના એક્ઝિટ પેકેજ આપીને કંપનીમાંથી હટાવવામાં આવ્યા. સાથે જ તેમા કહેવામાં આવ્યુ કે ગૂગલે યૌન ઉત્પીડનના અન્ય આરોપોને પણ છિપાવવા આ પ્રકારનુ કાર્ય કર્યુ છે. 
 
 
આ સમાચાર પર મીડિયાએ ગૂગલ પાસે પ્રતિક્રિયા માંગી. જેના પર કંપનીએ પિચઈ તરફથી એક ઈમેલ રજુ કર્યો કે છેલ્લા બે વર્ષમાં 13 વરિષ્ઠ પ્રબંધકો અને તેના ઉપરના પદના લોકો સહિત 48 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે અને તેમાથી કોઈને પણ કોઈ એક્ઝિટ પેકેજ આપવામાં આવ્યુ નથી. પિચઈએ કહ્યુ કે તાજેતરના વર્ષોમાં અમે અનેક ફેરફાર કર્યા છે. જેમા મોટા પદો પર બેસેલા લોકોના અનુચિત વ્યવ્હારને લઈને સખત પગલા અપનાવવાનો પણ સમવેશ છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદનો દર્શક ભટ્ટ અમેરિકાની કોન્ફરન્સમાં પેરિસની ટીમની આગેવાની કરશે