Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમારી સુંદરતા કેવી રીતે જાળવશો

તમારી સુંદરતા કેવી રીતે જાળવશો
, મંગળવાર, 26 ઑક્ટોબર 2010 (11:49 IST)
ND
N.D
- ઉનાળામાં તડકામાં વધારે ફરવાનું થતું હોય તો રોજ સવાર- સાંજ ચહેરા અને હાથ પર કાળી માટી ગુલાબજળમાં ભેળવીને લગાવવી અને પંદર મિનિટ પછી તેને ઠંડા પાણીથી ધોઇ નાખવું. આનાથી શરીરને ઠંડક મળશે.

- ગરમીના દિવસોમાં રાત્રે ઉઘતા પહેલાં ચહેરા અને હાથ પર મલાઇ લગાવી, માલિશ કરવાથી અને પછી પંદર મિનિટ સુધી રાખી મુકી સુકાઇ જાય એટલે ધોઇ નાખો. આનાથી ગરમી સોમે ત્વચાને રક્ષણ મળશે.

- ઉનાળામાં ગરમીના કારણે પગમાં સ્લીપર, સેન્ડલ કે મોજડીના ડાઘા પડી જતાં હોય તો તે ડાઘા પર કોઇપણ સનસ્ક્રીન લોશન લગાવી શકો છો.

- લીંબુના રસમાં આંબળાનું ચૂર્ણ ભેળવી વાળના મૂળમાં લગાવવાથી વાળ ઝડપથી વધે છે.

- હોઠ પર લિપસ્ટિક લગાવ્યા પછી થોડા સમય પછી જો હોઠ ખરબચડા લાગે તો રોજ રાત્રે હોઠ પર મલાઇ લગાવવી. હોઠની કોમળતા જળવાઇ રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati