Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રીતે ઘરે જ બનાવો ઈંકો ફ્રેંડલી ગણેશ...જાણો સરળ વિધિ.. વીડોયો સાથે

આ રીતે ઘરે જ બનાવો ઈંકો ફ્રેંડલી ગણેશ...જાણો સરળ વિધિ.. વીડોયો સાથે
, બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (17:06 IST)
શુ તમે આવનારા ગણેશોત્સવને એક નવા અને ક્યારેય ન ભૂલવાના અંદાજમાં મનાવવા માંગશો ? તો આ વખતે ગણેશ ઉત્સવ પર તમારા ઘરમાં ખુદના બનાવેલ ઈકોફ્રેંડલી ગણેશની કરો સ્થાપના. જી હા બજારમાં મળનારી મોંઘી મૂર્તિઓને બદલે ખુદ તમારા પરિવાર સાથે બનાવેલ માટીના ગણેશ વધુ સ્થાપિત કરો.. આ ખૂબ જ સરળ છે..

આવો અમે તમને બતાવીએ છીએ કેવી રીતે બનાવશો માટીના ઈકો ફ્રેંડલી ગણેશ.. 
 
વીડિયોના માધ્યમથી જુઓ સરલતમ વિધિ.. 
 


ઘરે ઈકોફ્રેંડલી ગણેશજી બનાવવા માટે તમારે નિમ્નલિખિત સમગ્રીની જરૂર પડશે. 
 
સામગ્રી - 1 કિલો પેપરમિક્સ માટી જેને ક્લે પણ કહેવાય છે ( આ ક્લે કોઈપણ સ્ટેશનરી દુકાન પર ગૂંથેલો મળી જશે), પાણી, ફિનિશિંગ માટે બ્રશ, માટીના વાસણ બનાવવામાં ઉપયોગ થનારા ઓજાર કે ચાકૂ, બોર્ડ અને પૉલીથિન. 
બનાવવાની વિધિ - સૌ પહેલા તમે એક સમતલ સ્થાન પર બોર્ડને મુકો અને તેના પર પૉલીથિનને ટેપની સહાયતાથી ચિપકાવી દો. 
 
2. હવે પેપરમેશી માટી લો અને તેને ત્યા સુધી ગૂંથો જ્યા સુધી તે તમારા હાથમાં ચોંટવી બંધ ન થાય. જો તમારી પાસે માટીનો પાવડર છે તો તમે તેને ગુંદર કે ફેવિકૉલની મદદથી ગૂંથી લો.   હવે આને લોટની જેમ તૈયાર કર્યા પછી તેને 3 બરાબર ભાગમાં વહેંચી લો. 

webdunia
3. હવે આ ત્રણ ભાગમાંથી 1 ભાગ લઈને ગોળો બનાવો અને આ ગોળાના 2 બરાબર ભાગ કરો. 
 
4. આ બે માંથી એક ભાગથી આપણે બેસ બનાવવાનો છે. જેના પર ગણેશજી વિરાજમાન થશે.  બેસ બનાવવા માટે એ ભાગને ગોળ લાડુનો આકાર આપીને હળવા હાથોથી દબાવીને ચપટો કરી દો. આની જાડાઈ લગભગ 0.5 મિમિ સુધી હોય અને સમગ્ર ગોળાની પહોળાઈ લગભગ 10થી 12 સેમી હોય. 
webdunia

 
5. હવે આના બીજા ભાગને લઈને તેને ઈંડાનો આકાર આપો. આ અંડાકાર ભાગથી ગણપતિજીનુ પેટ બનશે.
webdunia
 
6. હવે ત્રીજા મોટા ભાગનો નંબર છે. હવે ગોળાને લઈને તેના પણ ચાર બરાબર ભાગ કરો. 
webdunia
7. તેમાથી એક ભાગને લઈને તેમાથી થોડી માટી કાઢી લો અને તેની ગરદન બનાવો. બાકી બચેલી માટીને ગોળ આકાર આપીને ગણપતિજીનુ માથુ બનાવો. હવે પેટની ઉપર ગરદન અને તેના પર માથાના શેપને જોડી દો.
webdunia

8. હવે બીજા ભાગને લઈને તેને સૂંઢનો આકાર આપો અને મોઢાના આગળના ભાગમાં નાકના સ્થાને જોડી દો. 
webdunia
9. હવે ત્રીજો ભાગ લો અને તેના બે બરાબર ભાગ કરો. એક ભાગને લઈને રોટલી જેવો ચપટો કરી લો અને વચ્ચેથી કાપીને બે ભાગ કરો. આ બંને ભાગ ગણેશજીના કાન બનશે. 
 
10. હવે આ બંનેનો ગોળવાળો ભાગ માથાના બંને બાજુ  ચોંટાડો અને કાનનો આકાર આપો. 
 
11. હવે તેના બીજા ભાગને લઈને તેને કોનનો આકાર આપો અને તેને માથા પર મુકુટના રૂપમાં મુકો. 
webdunia

12. હવે ચોથા ભાગને લઈને તેમાથી થોડી માટી કાઢીને ગણેશજીના દાંત બનાવો. આ વાતનુ વિશેષ ધ્યાન રાખો કે ગણેશજીના સીધા હાથની તરફ દાંત આખો હશે અને તેમના ડાબા હાથની તરફનો દાંત નાનો તૂટેલો રહેશે. 
 
13. હવે બચેલી માટીથી ઉંદર બનાવી લો. ઉંદર બનાવવા માટે માટીના ત્રણ ભાગ કરો.  એક ભાગને અંડાકાર બનાવો. જેનાથી ઉંદરનુ પેટ બનશે. બીજા ભાગમાંથી ત્રણ ભાગ કરો. જેનાથી ઉંદરનુ માથુ, કાન અને પૂંછડી બનશે. ત્રીજા ભાગના ચાર ભાગ કરો અને ઉંદરના ચાર પગ બનાવો. તમે ચાહો તો આગળના બે પગને હાથની તરફ બનાવીને તેમા લાડુ પણ મુકી શકો છો. 

હવે તમારા ઈકો ફ્રેંડલી ગણેશજી તૈયાર છે. તેને બનાવ્યા પછી 3 થી 4 દિવસ છાયડામાં સુકવવા દો અને તેના પર તમારી પસંદગીનો રંગ ભરો. 

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો Webdunia Gujarati ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ App ડાઉનલોડ જલ્દી કરો . એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો webdunia. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંગળવારે આ કામ કરનારને ક્યારેય પૈસાની તંગી આવતી નથી