Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gandhi Jayanti- મહાત્મા ગાંધી વિશે આ 8 વાત તમે નહી જાણતા હશો

8 facts u neve rknow about mahatama gandhi
, રવિવાર, 1 ઑક્ટોબર 2023 (17:25 IST)
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
 
1. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન 1899ના એંગ્લો બોએર યુદ્ધમાં સ્વાસ્થ્ય કર્મચારીના રૂપમાં મદદ કરી હતી. બીજી બાજુ તેમણે યુદ્ધની વિભિષિકા જોઈ હતી અને અહિંસાના રસ્તા પર ચાલી પડ્યા હતા. 
 
2. ગાંધીજીનું  સિવિલ રાઈટ્સ આંદોલન કુલ 4 મહાદ્વીપો અને 12 દેશો સુધી પહોચ્યુ 
 
3. દુનિયામાં મહાત્મા ગાંધીના આદરને એ વાતથી સમજી શકાય છે કે જે દેશ વિરુદ્ધ ભારતને આઝાદી અપાવવા માટે તેમણે લડાઈ લડી, તેમણે જ તેમના સન્માનમાં ટપાલ ટિકિટ રજુ કરી. જી હા બ્રિટને તેમના નિધનના 21 વર્ષ પછી તેમના નામની ટપાલ ટિકિટ રજુ કરી. 
 
4 ભારતમાં નાના રસ્તાઓને છોડી દો તો કુલ 53 મોટા રસ્તા મહાત્મા ગાંધીના નામ પર છે. જ્યારે કે વિદેશમાં કુલ 48 રસ્તા તેમના નામ પર છે. 
 
5. ગાંધીએ સાઉથ આફ્રિકાના ડર્બન, પ્રિટોરિયા અને જોહાંસબર્ગમાં કુલ ત્રણ ફુટબોલ ક્લબ સ્થાપિત કરવામાં મદદ કરી હતી. 
 
6. મહાત્મા ગાંધીની શબ યાઅત્રા 8 કિલોમીટર લાંબી હતી. 
 
7. 13 વર્ષની વયમાં ગાંધીજીના લગ્ન તેમનાથી એક વર્ષ મોટા કસ્તૂરબા ગાંધી સાથે થયા. લગ્ન સાથે સંબંધિત પ્રથાઓને પૂર્ણ કરવામાં એક વર્ષ લાગી ગયુ અને આ કારણે જ તેઓ એક વર્ષ સુધી શાળામાં ન જઈ શક્યા. 
 
8. આ વાત તમને આશ્ચર્યમાં નાખી શકે છે કે શાંતિ નોબલ પુરસ્કાર ગાંધીજીને અત્યાર સુધી મળ્યો નથી જ્યારે કે તેઓ એ માટે 5 વાર નોમિનેટ થઈ ચુક્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gandhi Jayanti: જાણો એ આઠ મહિલાઓ વિશે, જે મહાત્મા ગાંધીના ખૂબ નિકટ હતી