Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેંગશુઈ મુજબ તમારા ઘરના ગેજેટ્સ કિચનમાં આ રીતે મુકશો તો ઘરમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

ફેંગશુઈ મુજબ તમારા ઘરના ગેજેટ્સ કિચનમાં આ રીતે મુકશો તો ઘરમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ
, ગુરુવાર, 14 એપ્રિલ 2016 (17:56 IST)
આજે અમે તમને કિચન ગેજેટ્સને યોગ્ય રીતે મુકવા માટે ફેંગશુઈની કેટલીક ટિપ્સ વિશે બતાવીશુ. ફેગશુઈ વિશે કોણ નથી જાણતુ. આ સંસ્કૃતિની ઉત્પત્તિ ચાઈનામાંથી થઈ હતી. જે સ્થાન, સામાન અને કેટલીક વાતોનુ ધ્યાન રાખીને વધુમાં વધુ પોઝીટિવ એનર્જી વ્યક્તિની અંદર લાવવાનો પ્રયત્ન કરે છે.  કિચન ઘરનો એ ભાગ હોય છે જ્યા સ્ત્રીઓ પોતાનો વધુ સમય વીતાવે છે.  જો કિચન સાફ અને સ્વચ્છ ન હોય તો ત્યા કામ કરવાનુ મન કરતુ નથી.  ઘણા લોકો કિચને સુંદર બનાવવના ચક્કરમાં પૈસા બરબાદ કરી નાખે છે. છતા કોઈ લાભ થતો નથી. ફેંગશુઈના ખૂબ નિયમ હોય છે. તમે સાચા નિયમો વિશે જાણો અને તેનુ પાલન કરો જેથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે.. 
 
ફ્રિજ - ઘરમાં સારા પારિવારિક સંબંધો સ્થાપિત કરવા માટે કિચનમાં ફ્રિજ દક્ષિણ-પશ્ચિમ દિશામાં મુકો 
 
વોશિંગ મશીન - ઉત્તર દિશાનુ તત્વ પાણી છે. તેથી ઘરમાં વોશિંગ મશીનને પણ આ દિશામાં મુકવુ જોઈએ. કારણ કે તેમા પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.  
 
માઈક્રોવેવ - ઘરમાં ઘાતુ તત્વવાળી વસ્તુઓનો લાભ ઉઠાવવા માટે તેને પશ્ચિમ દિશામાં મુકવુ જોઈએ. કિચનમાં પડેલુ માઈક્રોવેવ પણ ઘાતુ સાથે જોડાયેલ છે તેથી તેને એ જ દિશામાં મુકો. 
 
 બર્નર - રસોડામાં જે દરવાજામાંથી બહારનુ દ્રશ્ય દેખાય એ જ તરફ ગેસનુ બર્નર મુકો. ગેસને સિંક કે ફ્રિજ પાસે ન મુકશો. 
 
સિંક - દક્ષિણ ક્ષેત્રને છોડીને તમે કિચનમાં કોઈપણ સ્થાન પર સિંક લગાવી શકો છો. બની શકે તો ઉત્તર દિશામાં બનાવો કારણ કે  આ દિશાનો સંબંધ પાણી સાથે હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati