Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેંગશુઈની આ ટિપ્સ ધ્યાનમાં રાખશો તો ઘરમાં થશે પૈસાનો વરસાદ

ફેંગશુઈની આ ટિપ્સ ધ્યાનમાં રાખશો તો ઘરમાં થશે પૈસાનો વરસાદ
, ગુરુવાર, 26 નવેમ્બર 2015 (12:01 IST)
આ મોર્ડન જમાનામાં ફેંગશુઈનુ ખૂબ ચલન છે. આમ તો આ એક ચીની પદ્ધતિ છે પણ વર્તમાન દિવસોમાં તે ભારતમાં પણ ખૂબ પ્રખ્યાત થઈ રહી છે.  ફેંગશુઈમાં એવા અનેક નિયમ બતાવ્યા છે. જેના પર અમલ કરીને જીંદગી સુખ અને શાંતિથી વ્યતિત થઈ શકે છે. જો ઘરમાં કોઈ પ્રકારનો ક્લેશ કે વારે ઘડીએ પરિવારના સભ્ય બીમાર પડી રહ્યા છે તો આજે અમે તમને કેટલાક નિયમ બતાવીએ છીએ, જેના પર ધ્યાન આપવાથી આ વસ્તુઓથી છુટકારો મેળવી શકાય છે. 
 
ફેંગશુઈ ઉપાય - 
 
- કોઈએ ગિફ્ટ આપેલ લાફિંગ બુદ્ધા ઘરમાં મુકો આવુ કરવાથી ધનની કમી નહી રહે. 
- બેડરૂમની બહાર સીઢીનો પ્રવેશ ન હોવો જોઈએ. વચ્ચે પાર્ટીશન હોવુ જોઈએ નહી તો ઘરનો માલિક કોર્ટ કચેરીના ચક્કરોમાં ગુંચવાશે. 
- બેડરૂમમાં માથા સામે મોટો અરીસો ન હોવો જોઈએ. જો સ્થાનની કમીને કારણે સેટિંગ શક્ય ન હોય તો કાચને ઢાકીને મુકો. 
- બેડરૂમમાં પાણી કે માછલીના ચિત્ર ન મુકો. 
- ઓશિકા નીચે ઘડિયાલ મુકીને સૂવો 
- પલંગ પર ગુંચવાતી ડિઝાઈનની ચાદર પાથરીને ન સૂવો
- ઘરના મેન ગેટ સામે મોટુ અને ઉંચુ ઝાડ ન હોવુ જોઈએ. 
- ચહેરા જોવામા આવતો અરીસો ઘુંધળો ન હોવો જોઈએ કે ન તો તૂટેલો હોવો જોઈએ 
- આખા ઘરમાં એક જેવા જ પડદા લાગેલા હોવા જોઈએ. ધ્યાન રાખો કે પડદાંની રીંગ તૂટેલી ન હોવી જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati