Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાફિંગ બુદ્ધા સમૃદ્ધિના દેવતા

લાફિંગ બુદ્ધા સમૃદ્ધિના દેવતા
W.D

માનવ સમાજમાં હતાશા, નિરાશા, અસમાનતા, અભાવ વગેરેનું ચલણ ખુબ જ જુનુ છે. અ બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માટે માણસો ખાસ કરીને કાલ્પનિક દેવતાઓ કે અવતારોને યાદ કરી લે છે જે તેને આ બધા દુ:ખોમાંથી મુક્તિ અપાવી શકે અને જીંદગી પ્રત્યેનો મોહ જળવાઈ રહે. બધા જ સમાજોની અંદર આ રીતના દેવતાઓની સૃષ્ટિ મનુષ્યએ જ કરી છે. આવી રીતે જ એક ચીની ચમત્કારીક દેવતા છે લાફીંગ બુદ્ધા. આને ચીનની અંદર પુ તાઈ તેમજ જાપાનની અંદર હ તેઈના નામથી ઓળખવામાં આવે છે.

આર્થિક સુધારના યુગમાં ચમત્કારીક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે સમાજમાં આ દેવતાની શાન એટલી બધી વધી ગઈ છે કે હોટલો, દુકાનો, જુઆઘરો, કોર્પોરેટ કાર્યાલયો, ઘરો તેમજ કમાણીના નાની-મોટી જગ્યાએ આને સ્થાપીત કરી દેવાનો રિવાજ ચાલુ થઈ ગયો છે. કોઈએ સાચુ જ કહ્યું છે કે લાફીંગ બુદ્ધા દરેક જગ્યાએ સમૃદ્ધિની ફાંદ પર હાથ ફેરવતાં દેખાઈ રહ્યાં છે. આ પોતાના કપડાની પોટલી દ્વારા સમૃદ્ધિ વહેચનાર, દુ:ખોને એક જ ચપટીમાં દૂર કરનાર અને સંતોષ આપનાર સંકટમોચનના રૂપમાં પ્રસિદ્ધ છે.

એવું કહેવામાં આવે છે કે પુ તાઈ નામનો આ ભિક્ષુ ચીની રાજવંશ ત્યાંગ (502-507) કાળમાં હતો. તે હંમેશા ફરતો રહેતો હતો અને ખુબ જ મદમસ્ત માણસ હતો. અને જ્યાં પણ જતો ત્યાં પોતાની ફાંદ અને થુલથુલ શરીર દ્વારા સમૃદ્ધિ અને ખુશીઓ વહેચતો હતો. બાળકો ખાસ કરીને તેને વધારે પસંદ હતાં. આનુ મન જેની પર આવી જતુ તેને તે માલામાલ કરી દેતો હતો. જેઓ માલ મેળવવાથી વંચિત રહી જતાં હતાં તે તેમના દર્શન માત્રથી જ સંતુષ્ટ થઈ જતાં હતાં.

Share this Story:

Follow Webdunia gujarati