Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Farali dosa- ફરાળી ઢોસા

Farali dosa- ફરાળી ઢોસા
, ગુરુવાર, 15 માર્ચ 2018 (17:07 IST)
સામગ્રી - બે વાડકી મોરિયો, ફરાળી મીઠુ, બટાકા એક કિલો, સીંગતેલ સો ગ્રામ, લીલા મરચા, લીલા ઘાણા અને જીરું એક ચમચી. 
 
બનાવવાની રીત  - મોરિયાને પાણીમાં પલાળો અને ફરાળી મીઠુ નાખીને મિક્સરમાં વાટી લો. ઘાટ્ટુ ખીરું તૈયાર કરો. 
 
બટાકાને બાફીને છોલી લો. તેના નાના ટુકડા કરો. તેલમાં જીરુ તતડાવીને લીલા મરચાં, મીઠુ, કઢી લીમડો અને બટાકા નાખીને મિશ્રણ તૈયાર કરો. ઉપરથી લીલા ધાણા ભભરાવી દો. 
 
હવે મોરિયાના મિશ્રણથી તવા પર ઢોસા બનાવો ઉપર થી બટાકાનું મિશ્રણ નાખીને ઢોસા સર્વ કરો. 
 
આને સાથે ચટણી જોઈતી હોય તો લીલા કોપરામાં લીલા મરચા અને લીલા ધાણા નાખીને બનાવી શકાય. દાળની જગ્યાએ મોળા દહીંમાં સીંગદાણાનો ભૂકો નાખીને કઢી બનાવી શકાય.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચૈત્રિ નવરાત્રિ પ્રારંભ : આયુર્વૈદિક દ્રષ્ટિએ તેનું મહત્વ