Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળીમાં આ રીતે પૂજા કરીને વેપારમા પ્રગતિ અને ઘરમાં સુખ શાંતિ મેળવો

દિવાળીમાં આ રીતે પૂજા કરીને વેપારમા પ્રગતિ અને ઘરમાં સુખ શાંતિ મેળવો
દિવાળીની રાત જ્યારે લોકોન ઘરની બહાર દિવા સજવા શરૂ થાય છે તો આ તહેવારની ચમક-દમકથી સમગ્ર પૃથ્વી સમ્મોહિત થઈ જાય છે. ચાર બાજુ ચમકતી રોશની એટલી સુંદર લાગે છે કે એવુ લાગે છે જાણે આપણે તારાઓ વચ્ચે આવીને ઉભા છીએ. દિવાળીનુ મહત્વ હિન્દુઓમાં સૌથી વધુ હોય છે. આ દિવસે મનથી કરેલ કોઈપણ કાર્ય જરૂર પુરૂ થાય છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છીએ જેના કરવાથી તમે વેપારમાં ઉન્નતિ અને ઘરમાં સુખ-શાંતિ મેળવી શકો છો.

આ દિવાળીએ લક્ષ્મીને ખુશ કરવા આટલુ કરો

1. દિવાળીના દિવસે તમારા ગલ્લા નીચે ચણોઠીના જંગલી વેલના દાણા નાખવાથી વ્યવસાયમાં જો નુકશાન થતુ હશે તો તે રોકાય જશે.

2. દિવાળીની રાત્રે ઘરના મુખ્ય દરવાજા પર સરસિયાના તેલનો દિવો સળગાવીને તેમા ચણોઠીના બે
ચાર દાણા નાખી દો. આવુ કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહેશે.

3. દિવાળીના દિવસે કાંચની કાળી બંગડીઓને દુર્ગા મંત્રથી અભિમંત્રિત કરીને તેના ટુકડા ઘરની વાડા કે દરવાજાની બહાર નાખવાથી વિધ્ન સમાપ્ત થઈ જાય છે.

4. દિવાળીના દિવસે બપોરના સમયે હળદરની 11 ગાંઠને પીળા કપડાંથી બાંધીન ગણેશ યંત્રની એક માળા જપીને તિજોરીમાં મુકવાથી વેપારમા વૃદ્ધિ થાય છે.

webdunia
 
P.R
5. દિવાળીના દિવસે કાચો દોરો લઈને શુદ્ધ કેસરથી રંગીને કાર્યક્ષેત્ર અને તિજોરીમાં મુકવાથી ઉન્નતિ થાય છે.

6. દિવાળીના દિવસે તુલસીની પૂજા કરનારાઓને ક્યારેય ધનનો અભાવ નથી રહેતો.

7. દિવાળીના દિવસે તેલના દિવામાં કૌડીને આખી રાત રહેવા દો. પછી સવારે સાફ કરીને પર્સમાં મુકી દો. આવુ કરવાથી પર્સમાં પૈસાની કમી નહી આવે.

8. દિવાળીની રાત્રે દેવીને સામે સળગાવેલ દિવાની જ્યોતથી કાજળ બનાવી લો. સવારે આ કાજળને પરિવારના દરેક સભ્ય, મહત્વપૂર્ણ સ્થાન, ગેસ, તિજોરી વગેરે પર એક ટીકો લગાવી દો. બાળકને પણ નજરના ટીકાના રૂપમાં લગાવો. વિધ્ન, અવરોધો દૂર રહેશે અને ઘરમાં બરકત કાયમ રહેશે.

9. દિવાળીની સાંજે એક સોપારી અને તાંબાનો સિક્કો લઈને પીપળાના ઝાડ નીચે મુકી દો. સોમવારે એ ઝાડનુ પાંદડું લાવીને ગાદી નીચે મુકો, તો ગ્રાહકોમાં વૃદ્ધિ થશે.

10. દિવાળીની રાત્રે શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે રાત્રે મહાલક્ષ્મી પૂજાના સમયે લાલ અકીક પત્થરની મનથી પૂજા કરો. આનાથી આખુ વર્ષ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુખ-શાંતિ માટે ગુરૂવારે કેળાના ઝાડ પર શું ચઢાવવું....