Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

અમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
, સોમવાર, 2 એપ્રિલ 2018 (16:43 IST)
અમદાવાદમાં આવેલું સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ટૂંક સમયમાં જ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઇ રહ્યું છે. હાલમાં મોટેરા સ્ટેડિયમમાં કોંક્રિટના બીમ તૈયાર થઇ રહ્યા છે. આ બીમ પર બે માળની ૧૮ મીટર ફેલાયેલી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. જેમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. ૬૩ એકરમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં કૉંક્રિટના મોટા ચોસલા હવે એક પર એક ગોઠવાઈ રહ્યા છે. રેકર બીમ, રિંગ બીમ, કોલમ્સ અને લાકડાંના પાટિયા આ બધું ભેગું મળીને સ્ટેડિયમની વિશાળ બેઠક વ્યવસ્થા બનશે. શરૂઆતમાં આ પ્રોજેક્ટનો ખર્ચો ૬૪૪ કરોડ જેટલો હતો જે વધીને હવે ૭૦૦ કરોડ થયો છે. જો કે ગુજરાત ક્રિકેટ અસોસિએશનના સીનિયર અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, નવી બેઠક વ્યવસ્થાને કારણે ખર્ચો વધી શકે છે. ગુજરાતની ક્રિકેટ ટીમનું હોમ ગ્રાઉંડ ભવિષ્યમાં અન્ય કેટલીક મોટી ઈવેન્ટ્સનું પણ સાક્ષી બનશે. કોર્પોરેટ હાઉસ માટે ૭૬ સ્કાય બોક્સ હશે અને છ માળના સંપૂર્ણ માળખામાં ૫૦ રૂમ બનશે. સ્ટેડિયમની દક્ષિણ દિશા તરફ ઓલમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ હશે. GCAના સીનિયર અધિકારીએ જણાવ્યું કે, “સ્ટેડિયમના કેમ્પસમાં આવેલું સ્થાનિક મંદિર ત્યાં જ રહેશે અને ભક્તોને ત્યાં દર્શન માટે આવવા દેવાશે.” સ્ટેડિયમનું નિર્માણ ચાલી રહ્યું છે ત્યારે AMC અને ટ્રાફિક ડિપાર્ટમેંટ માટે ટ્રાફિક મેનેજમેંટ ચિંતાનો વિષય છે, કારણ કે સ્ટેડિયમનો એક્ઝિટ પોઈંટ એક સાંકડા રસ્તા તરફ છે. AMCના સીનિયર અધિકારીએ કહ્યું કે, “પહેલા જ્યારે મોટેરા સ્ટેડિયમમાં ૫૪૦૦૦ લોકોને બેસાડવાની ક્ષમતા હતી ત્યારે પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. હવે અમે નવા રોડ સ્ટ્રક્ચર વિશે વિચારી રહ્યા છીએ.” નવા સ્ટેડિયમમાં જવાના ત્રણ મોટા રસ્તા હશે. જેને નવા સબ-વે સ્ટેશન સાથે જોડવામાં આવશે. ૩૫૦૦ કાર અને ૧૨૦૦૦ ટુ વ્હીલર સમાવી શકાય તેટલી પાર્કિંગની જગ્યા હશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડોન ડાઉદને પકડવા ગુજરાત ATSના વડા સુરોલિયાને RAWમાં લઈ જવા કવાયત