Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એમએસ ધોની બન્યા બિહાર-ઝારખંડના સૌથી વધુ ટેક્સ પેયર, આ વર્ષે ભર્યો આટલો ટેક્સ

એમએસ ધોની બન્યા બિહાર-ઝારખંડના સૌથી વધુ ટેક્સ પેયર, આ વર્ષે ભર્યો આટલો ટેક્સ
, મંગળવાર, 24 જુલાઈ 2018 (14:55 IST)
ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના નામે મેદાનમાં અનેક રેકોર્ડ નોંધાયેલા છે. પણ દેશ્સના આર્થિક સહયોગમાં પણ કેપ્ટન કૂલનુ યોગદાન કંઈ ઓછુ નથી. આ રેકોર્ડ સૌથી વધુ ટેક્સ ભરવાનો છે.  ઉલ્લેખનીય છે કે એમએસ ધોની આખા ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ભરનારા વ્યક્તિ બની ગયા છે. ધોનીએ નાણાકીય વર્ષ 2017-18માં 12.17 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે. બિહાર અને ઝારખંડમાં આટલો ટેક્સ ધોની સિવાય બીજા કોઈએ પણ નથી ભર્યો.
webdunia
ફોર્બ્સના અંદાજા મુજબ વર્ષ 2015માં કેપ્ટન કૂલની નેટ વર્થ 111 મિલિયન ડોલર એટલે કે 765 કરોડ રૂપિયા હતી. એ વર્ષે ધોનીએ 217 કરોડ રૂપિયા કમાયા હતા. જેમાં 24 કરોડ રૂપિાય એમના પગારમાંથી અને બાકીના જાહેરાતોમાંથી આવ્યા હતા. આપ કદાચ નહી જાણતા હોય કે  ઈન્ડિયન સુપર લિગમાં ધોનીની ફુટબોલની એક ટીમ છે અને હૉકી ઈન્ડિયા લિગમાં તેઓ રાંચી ટીમના સહ-માલિક છે. એટલું જ નહીં માહીએ ખુદની કપડાંની બ્રાન્ડ પણ શરૂ કરી છે. 2017માં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કપડાની બ્રાન્ડ ‘સેવન’ શરૂ કરી હતી હવે તેઓ ખૂબ જલ્દી પોતાની એક હોટલ શરૂ કરી રહ્યા છે. 
webdunia
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં ધોની ઈગ્લેંડના પ્રવાસ પર ગયા છે. વનડે અને ટી 20માં તેમના પ્રદર્શન પછી ધોનીના સંન્યાસને લઈને ચર્ચાઓનુ બજાર ખૂબ ગરમ છે.  જોકે સંન્યાસને લઈને ધોની તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યુ નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં વરસાદને કારણે મુશ્કેલી, અત્યાર સુધીમાં ૨૯ લોકોના મૃત્યુ