Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

INDvsWI: વેસ્ટઈંડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમનુ એલાન, પૃથ્વી શૉ રમશે ડેબ્યુ મેચ

INDvsWI:  વેસ્ટઈંડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમનુ એલાન, પૃથ્વી શૉ રમશે ડેબ્યુ મેચ
, બુધવાર, 3 ઑક્ટોબર 2018 (13:45 IST)
prutvi shaw
યુવા પૃથ્વી શૉ વેસ્ટઈંડિઝ વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ સાથે ભારતીય દાવની શરૂઆત કરશે. ભારતે દરેક મેચ પહેલા અંતિમ 12 ખેલાડીઓને જાહેર કરવાનો નિર્ણયને અંતિમ ઓપ આપવો શરૂ કર્યો છે અને આ જ રીતે બુધવારે તેને 12 ખેલાડી જાહેર કર્યા જેનાથી અંતિમ અગિયારને લઈને થનારી ચર્ચાઓ પર વિરામ લાગી ગયુ છે. 
 
ઈગ્લેંડ પ્રવાસમાં પહેલીવાર ટીમમા  સામેલ કરવામાં આવેલ પૃથ્વી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરશે.  તેમને મયંક અગ્રવાલના સ્થાન પર લેવામાં આવ્યા છે. અગ્રવાલે ઘરેલુ ક્રિકેટ અને એ ટીમ ની તરફથી ઢગલો રન બનાવ્યા પછી ટીમમા સ્થાન બનાવ્યુ છે. ટીમની પસંદગીથી એ સ્પષ્ટ છે કે ભારત પાંચ વિશેષજ્ઞ બોલરો સાથે ઉતરશે.  જેમા શાર્દુલ ઠાકુરને 12મા ખેલાડીની ભૂમિકા ભજવવી પડી શકે છે. 
 
રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જડેજા અને કુલદીપ યાદવના રૂપમાં ત્રણ વિશેષજ્ઞ સ્પિનર પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે કે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ ઝડપી બોલરની જવાબદારી સાચવશે.  ઓવલ ટેસ્ટમાં પોતાના પ્રથમ મેચમાં 56 રન બનાવનારા  હનુમા વિહારીને ટીમમા સ્થાન મળ્યુ નથી. 
 
વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત છઠ્ઠા નંબર પર બેટિંગ માટે ઉતરશે. જ્યારે કે ઘાયલ હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં જડેજા નીચલા ક્રમમાં મહત્વની ભૂમિકા ભજવશે.  શૉ અને અગ્રવાલે મંગળવારે નેટ્સપર અભ્યાસ કર્યો હતો. બુધવારની સવારે શૉ એ થ્રો ડાઉન પર અભ્યાસ કર્યો. સ્થાનીક ખેલાડી ચેતેશ્વર પુજારા અને ઉપ કપ્તાન અજિંક્ય રહાણેએ પણ નેટસ પર પર્યાપ્ત સમય વિતાવ્યો. 
 
ભારતની 12 સભ્યોની ટીમ 
 
વિરાટ કોહલી (કપ્તાન), કેએલ રાહુલ, પૃથ્વી સાવ, ચેતેશ્વર પુજારા, અજિક્ય રહાણે, ઋષભ પંત, આર. અશ્વિન, રવિન્દ્ર જડેજા કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ. શાર્દુલ ઠાકુર. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાસ્તા પૂછવાના બહાનાથી મહિલાના સોનાની બંગળીઓ કાપી લઈ ગયા લૂટેરાં