Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળ દિવસ પર ભાષણ - Speech on Children's Day in Gujarati

બાળ દિવસ પર ભાષણ - Speech on Children's Day in Gujarati
, મંગળવાર, 14 નવેમ્બર 2023 (11:57 IST)
પ્રીંસિપલ સર/મેડમ, આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રોને નમસ્કાર...  આપણે બધા ખૂબ જ ઉલ્લાસપૂર્વક અહી બાળદિવસ ઉજવવા માટે એકત્ર થયા છે.  હુ બાળ દિવસ પર મારા વિચારો મુકવા માંગુ છુ. બાળકો પરિવારમાં, ઘરમાં સમાજમાં ખુશીનુ કારણ હોવાની સાથે જ દેશનુ ભવિષ્ય પણ હોય છે.  આપણે આખુ જીવન માતા-પિતા, શિક્ષકો અને અન્ય સંબંધીઓના જીવનમાં બાળઓની ભાગીદારી અને યોગદાનને નજરઅંદાજ નથી કરી શકતા.  બાળકો સૌને ગમતા હોય છે અને બાળકો વગર જીવન ખૂબ નીરસ થઈ જાય છે. તેઓ ભગવાનનો આશીર્વાદ સમાન હોય છે. બાળકો પોતાની સુ6દર આંખો માસૂમ હરકતો અને હાસ્યથી સૌનુ દિલ જીતી લે છે  
 
જેવુ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં બાળ દિવસનો આ કાર્યક્રમ દર વર્શે 14 નવેમ્બરના રોજ ઉજવાય છે.  ઘણા લોકો આ વાત જાણતા હશે છતા પણ બતાવી દઉ કે આ આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુના જન્મ દિવસના દિવસે ઉજવાય છે. આવુ તેમના બાળક્કો પ્રત્યે પ્રેમને જોતા કરવામાં આવ્યુ છે. પંડિત જવાહરલાલ નેહરુ એક ઉમ્દા રાજનેતા અને વક્તા હોવા સાથે જ પોતાના મુદુ સ્વભાવને કારણે બાળકોમાં ખૂબ જ લોકપ્રિય હતા અને નાના બાળકો તેમને ચાચા કહીને બોલાવતા હતા. આ વાત તો થઈ આ દિવસના ઈતિહાસની પણ શુ તમે જાણો છો કે બાળ દિવસ કેમ ઉજવવામાં આવે છે અને તેને ઉજવવા પાછળનુ કારણ શુ છે ?
 
આ વિષયમાં હુ આપને બતાવી દઉ કે બાળ દિવસનો આ દિવસ કોઈ સાધારણ દિવસ નથી. આ દિવસે બાળકોના અધિકાર અને બુનિયાદી સુવિદ્યાઓ પ્રત્યે વયસ્કો નએ બાળકોમાં જાગૃતતા લાવવા માટે નક્કી કરવામાં આવેલ એક દિવસ છે અને સમગ્ર વિશ્વમાં તેને જુદી જુદી તિથિએ ઉજવાય છે આ ઉપરાંત આ દિવસને વધુ મનોરંજક બનાવવા માટે વિદ્યાલયો અને સંસ્થાઓમાં બાળકો માટે અનેક પ્રકારના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે.  જેમાથી અનેક કાર્યક્રમ આપણી શાળામાં પણ આયોજીત કરવામાં આવ્યા છે.  જેવા કે ફેંસી ડ્રેસ પ્રતિયોગિતા, ભાષણ પ્રતિયોગિતા, ચિત્રકળા પ્રતિયોગિતા વગેરે. 
 
આપણા દેશમાં બાળ દિવસનુ મહત્વ વધુ છે કારણ કે આપણા દેશમાં આજે પણ ઘણા બાળકો બાળ મજદૂરી જેવી કુપ્રથાઓમાં ફસાયેલા છે અને કેટલક લોકો પોતાના થોડા લાભ માટે તેમનુ શોષણ કરવાથી પણ શરમ નથી કરતા. હકીકતમાં બાળ દિવસનો અર્થ પૂર્ણ રૂપથી ત્યા સુધી સાર્થક નથી થઈ શકતો જ્યા સુધી આપણા દેશમાં દરેક બાળકને તેના મૌલિક બાળ અધિકારની પ્રાપ્તિ ન થઈ જાય.  જેમાથે સૌથી મહત્વપૂર્ણ શિક્ષણ, પારિવારિક પ્રેમ અને લૈગિંક ભેદભાવ જેવા મુદ્દા છે.  બાળ દિવસના આ વિશેષ પર્વને આપણે દેશના ખૂણે ખૂણે પહોંચાડવાની જરૂર છે. કારણ કે ભલે બાળકોની ભલાઈ અને બાળ અધિકારો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ કેમ ન ચાલી રહી હોય પણ હજુ પણ તેનો લાભ બાળકો સુધી પહોંચી રહ્યો નથી. 
 
આજે પણ આપણા દેશમાં બાળકો કા તો મજબૂરી અથવા તો બળજબરીપૂર્વક બાળ મજૂરી કરવા માટે મજબૂર છે.  આ ઉપરાંત હવે નાના બાળકોની તસ્કરી, ભીખ માંગવા અને યૌન અપરાધોમાં સામેલ થવા માટે પણ મજબૂર કરવામાં આવી રહ્યા છે.  આ પ્રકારની ઘટનાઓ ફક્ત નિંદનીય જ નથી પણ માનવ સમાજને કલંકિત કરવાનુ પણ કાર્ય કરે છે.   આ અપરાધો અને દુર્વ્યસનોમાં ફસાઈને બાળકોનુ બાળપણ તો ખરાબ થાય જ છે સાથે જ તેમને માટે અપરાધોની દુનિયામાં પગલુ મુકવા માટે સીડીનુ કામ કરે ક હ્હે. 
 
આપણે જાણતા અજાણતા ક્યાક ને ક્યાક આ કાર્યોને પ્રોત્સાહિત કરીએ છીએ. જો આપણે ઈચ્છીએ તો આમાંથી અનેક કાર્યો રોકી પણ શકીએ છીએ.   આપણે ઈચ્છીએ તો મજૂરે કરનારા બાળકોને સરકાર દ્વારા સંચાલિત મફત શિક્ષણ યોજના વિશે બતાવીને તેને અભ્યાસ માટે જાગૃત કરી શકીએ છીએ.  આપણે સક્ષમ હોય તો આપણા ઘરે કામ કરતા નોકર-ચાકરના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવીને તેમને સારુ શિક્ષણ પણ આપી શકીએ છીએ.   ફાળો એકત્રિત કરીને આર્થિક રૂપે નબળા બાળકોની મદદ કરી શકીએ છીએ. જ્યારે કોઈ બાળકને ભીખ માંગતા જુઓ તો તેને પૈસા આપીને પુણ્ય સમજવાની ભૂલ કરવાને બદલે તેને પેટ ભરીને જમાડ્યા પછી તેને અભ્યાસનુ મહત્વ સમજાવીને શાળામાં જવા માટે પ્રેરિત કરી શકીએ છીએ. 
આ કાર્યો દ્વારા આપણે આપણા દેશને સશક્ત અને વિકસિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ. 
 
આશા છે કે મારુ આ ભાષણ આપ સૌને સારુ લાગ્યુ હશે. મારા આ ભાષણને આટલા ધૈર્યપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો આભાર 
 
જયહિંદ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટોયલેટમાં ફોન લઈ જવાની આદત ભારે પડશે