Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજેટ 2016 Live - લક્ઝરી કાર મોંધી, તંબાકુના પ્રોડ્ક્ટ મોંધા થશે

બજેટ 2016 Live - લક્ઝરી કાર મોંધી, તંબાકુના પ્રોડ્ક્ટ મોંધા થશે
નવી દિલ્હી. , સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (11:21 IST)
\

 
- પ્રત્યેક ભારતીયને સામાજિક-આર્થિક સ્થિરતા આપવાનો પ્રયત્ન.
- 2016-17માં ટેક્સ દરખાસ્તથી 19610 કરોડ રૂપિયા મળવાનો અંદાજ.
- આવનારા સમયમાં તમામ ટેક્સ પેયરને ઈ-એસેસમેન્ટનો વિકલ્પ મળી શકશે.
-  લાંબા ટેક્સ કેસના નિવેડા માટે 11 નવી ટેક્સ ટ્રિબ્યૂનલ બેન્ચ ખોલવામાં આવશે.
- ટેક્સ ડિપાર્ટમેન્ટમાં નવી ટેક્નોલોજીનો પ્રોત્સાહન આપવામાં આવશે.
- 50 કરોડ રૂપિયાથી ઓછા એવા 13 ટેક્સ સરકાર ખતમ કરશે.
- સ્મોલ ટેક્સપેયર્સ માટે ટીડીએસને તર્કસંગતન બનાવવામાં આવશે.
- જ્વેલરી પર ઇનપુટ ટેક્સ ક્રેડિટની સાથે 12.5 ટકા એક્સાઈઝ ડ્યૂટીની જોગવાઈ.
- સેનવેટ ક્રેડિટ નિયમમાં સંશોધન કરવામાં આવશે.
- ઇનકમ પર સંપૂર્ણ ખુલાસો ન કરનાર પર ટેક્સની 50 ટકા દંડની જોગવાઈ.
- જૂના રેટ્રોસ્પેક્ટિવ મામલે ટૂંકમાં સમાધાન થશે.
- રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ લગાવવાનો કોઈ દરખાસ્ત નથી.
-  ઇનકમ પર સંપૂર્ણ ખુલાસો ન કરનાર પર ટેક્સની 50 ટકા દંડની જોગવાઈ.
- તંબાકૂ પ્રોડક્ટ્સ પર એક્સાઈઝ ડ્યૂટી 10 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી 
- એસયૂવી પર 4 ટકા ઈંફ્રા સેસ લાગશે 
- ડીઝલ કારો પર 2 ટાક ઈંફ્રા સેસ 
- તંબાકૂ પ્રોડક્ટ્સ પર એક્સાઈઝ ડ્યુટી 10 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી. 

-  5.5 લાખ કરોડ રૂપિયાના 3 લાખ ટેક્સ કેસ પેન્ડિંગ છે.
- 1 જૂનથી 30 સપ્ટેમ્બરની વચ્ચે બ્લેકમની કમ્પ્લાઈન્સ વિન્ડો ખુલશે.

- કમ્પ્લાઈન્સ વિન્ડોમાં અન ડિસ્ક્લોઝ્ડ ઇનકમ પર 7.5 ટકાનો સરચાર્જ.
- કોલસા પર એનર્જી સેસ બે ગણી કરી 400 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવી.
- તમાકુ પ્રોડક્ટ્સ પર એક્સાઈઝ ડ્યૂટી 10 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી.
- ડીઝલ કાર પર 2 ટકા ઇન્ફ્રા સેસ.
- એલપીજી, પેટ્રોલ, સીએનજી કાર પર 1 ટકા ઇન્ફ્રા સેસ લગાવવામાં આવશે.
- 1 જૂનથી તમામ ટેક્સેબલ સર્વિસીસ પર 0.5 ટકા કૃષિ કલ્યાણ સેસ.
- 60 ચોરસ ફુટ કરતાં ઓછી જ્યાવાળા મકાન પર સર્વિસ ટેક્સમાં છૂટ મળશે.
- ઓપ્શન ટ્રેડિંગ માટે એસટીટી 0.05 ટકા વધારવામાં આવી.

-  1 જૂનથી તમામ ટેક્સેબલ સર્વિસીસ પર 0.5 ટકા કૃષિ કલ્યાણ સેસ.
- 60 ચોરસ ફુટ કરતાં ઓછી જ્યાવાળા મકાન પર સર્વિસ ટેક્સમાં છૂટ મળશે.
- ઓપ્શન ટ્રેડિંગ માટે એસટીટી 0.05 ટકા વધારવામાં આવી.
- બજારમાં જોરદાર કડાકો, સેન્સેક્સ 529 પોઈન્ટ અને નિફ્ટી 163 પોઈન્ટ નીચે.
- રિટ્સ પર ડબલ ટેક્સેશનથી રાહત.
- કેટલાક લોકોને મકાન ખરીદવા પર દર વર્ષે 50 હજાર રૂપિયાની છૂટ.
- ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં.
- નિર્મયી સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત જનરલ ઇન્સ્યોરન્સ સ્કીમમાં સર્વિસ ટેક્સમાં છૂટ.
- 1 એપ્રિલ 2017થી GAAR લાગુ કરવા માટે પ્રતિબદ્ધ.

-  1 માર્ચ 2016 બાદ નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે 25 ટકા ટેક્સ છૂટની સાથે સેસ અને સરચાર્જની જોગવાઈ.
-  અનલિસ્ટેડ કંપનીઓ માટે એલટીજીસી મર્યાદા ઘટાડીને બે વર્ષ કરવામાં આવી.

- એસએમઈ માટે ટર્નઓવર મર્યાદા 2 કરોડ રૂપિયા કરવામાં આવી.
- 5 લાખ રૂપિયાની આવક પર 3 હજારની ટેક્સ છૂટ
- 80જીબી અંતર્ગત હાઉસ રેન્ટની છૂટ મર્યાદા 24 હજારથી વધારીને 60 હજાર રૂપિયા કરવામાં આવી.

- એસએમઈ માટે ટર્નઓવર મર્યાદા 2 કરોડ રૂપિયા કરવામાં આવી.
- 5 લાખ રૂપિયાની આવક પર 3 હજારની ટેક્સ છૂટ
-  80જીબી અંતર્ગત હાઉસ રેન્ટની છૂટ મર્યાદા 24 હજારથી વધારીને 60 હજાર રૂપિયા કરવામાં આવી.
- નાના કરદાતાઓને ટેક્સમાં રાહત
- એફઆરબીએમ એક્ટમાં સંશોધન કરવાનો સમય.
- પોસ્ટ ઓફિસથી એટીએમ સેવા શરૂ થશે.
- 2016-17માં પ્લાન ખર્ચ 5.5 લાખ કરોડ રૂપિયા.
- 2016-17માં કુલ ખર્ચ 19.78 લાખ કરોડ રૂપિયાઃ જેટલી
- 2016-17 માટે નોન પ્લાન ખર્ચ 14.3 લાખ કરોડ રૂપિયા.
 
- ઇન્ફ્રા માટે નવી ક્રેડિટ સિસ્ટમ બનાવવામાં આવશે.
- રિજનલ એરપોર્ટ ડેવલપ કરવા માટે રાજ્યોની સાથે ભાગીદારી કરવામાં આવશે.
- 2016-17માં નવા પોર્ટ ડેવલપમેન્ટ માટે 800 કરોડ રૂપિયાની ફાળવણી.
- ઈસ્ટ, વેસ્ટ પોર્ટ પર નવા ગ્રીન ફિલ્ડ પોર્ટ ડેવલપ કરવામાં આવશે.
- 50 હજાર કિમી સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવેમાં ફેરવવામાં આવશે.
- 2016-17માં 10 હજાર કિમી નેશનલ હાઈવે બનાવવામાં આવશે.
- 2016-17માં ઇન્ફ્રા માટે 2.21 લાખ કરોડ રૂપિયાનો કુલ ખર્ચ.
- રોડ સેક્ટરમાં કુલ રોકાણ 97000 કરોડ રૂપિયા રહેશે.
- રોડ, રેલવે માટે કુલ ખર્ચ પ્લાન 2.18 લાખ કરોડ રૂપિયા છે.
- ડાયાલિસિસ ઈક્વિપમેંટને બેસિક કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપવામાં આવશે 
- પીએમ ઔષધિ યોજના અંતર્ગત 3000 દવા કેન્દ્ર ખોલવામાં આવશે.
- સીનિયર સિટીઝનને 1.30 લાખ રૂપિયા દર વર્ષે હેલ્થ કવર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- હેલ્થ પ્રોટેક્શન સ્કીમ 1 લાખ રૂપિયા પ્રતિ પરિવારની સાથે લોન્ચ કરવામાં આવશે.
- ગ્રામીણ ગરીબ મહિલાઓને એલપીજી ગેસ કનેક્શન આપવા પર જોર 
- નવી હેલ્થ પ્રોટેક્શન સ્કીમને લોંચ કરવામાં આવશે. 
- 2016-17માં લેન્ડ રેકોર્ડ ડિજિટલાઈઝેશન માટે 150 કરોડ રૂપિયાની ફાળવણી
- 75 લાખ લોકોએ એલપીજી સબસિડી છોડી
- સ્વચ્છ ભારત માટે 9000 કરોડ રૂપિયાની જોગવાઈ 
- 1 મે 2018 સુધી બધા ગામોમાં વીજળીનું લક્ષ્ય 
- મનરેગા સ્કીમ માટે 38500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી 
- ન્યૂ પંચાયત સ્કીમ માટે 650 કરોડ રૂપિયાઃ જેટલી
- ડેરી ઉદ્યોગ માટે 4 યોજનાઓ
- રૂરલ ડેવલપમેન્ટ માટે 87765 કરોડ રૂપિયાની ફાળવણીઃ જેટલી
- નેશનલ ડિજિટલ લીટ્રેસી મિશન અંતર્ગત 6 કરોડ ઘરને આવરી લેવામાં આવશેઃ જેટલી
-  રૂરલ ઇલેક્ટ્રિફિકેશન માટે 8500 કરોડ રૂપિયાની ફાળવવવામાં આવશેઃ જેટલી
- સ્વચ્છ ભારત માટે 9000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાઃ જેટલી
- 1 મે 2018 સુધી તમામ ગામડામાં વિજળીનો ટાર્ગેટઃ જેટલી
 
-  ખેડૂતો માટે પશુધન હાટના નામે ઈ-પોર્ટલઃ જેટલી
- એગ્રીન લોનના ઇન્ટરેસ્ટ સબવેંશન માટે 15000 કરોડ રૂપિયાઃ જેટલી
 
-  બજેટ ભાષણની સાથે સ્ટોક બજારમાં ઉછાળો. સેન્સેક્સમાં નિચલી સપાટીએથી અંદાજે 100 પોઈન્ટની રિકવરી.
- 2016-17માં 19000 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પર ખર્ચ કરવામાં આવશેઃ જેટલી
- 12 રાજ્યમાં નવા ઈ-માર્કેટ પ્લાનમાં સામેલ થવા માટે એપીએમસી એક્ટમાં સંશોધન કર્યુંઃ જેટલી
- 622 જિલ્લામાં દાળનાં ઉત્પાદન માટે 500 કરોડ રૂપિયા આપવામાં આવશેઃ જેટલી
- માર્ચ 2017 સુધી સોઈલ હેલ્થ કાર્ડનો વ્યાપ 14 કરોડ ખેડૂતો સુધી પહોંચશેઃ જેટલી
- 412 કરોડ રૂપિયા સજીવ ખેતી માટે ફાળવવામાં આવશેઃ જેટલી
- આવતા નાણાંકીય વર્ષના અંત સુધી 23 સિંચાઈ પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં આવશેઃ જેટલી
- પાંચ વર્ષમાં સિંચાઈ પ્રોજેક્ટ પર 86500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશેઃ જેટલી
 
- સમાજના નબળા સેક્ટર માટે ત્રણ સ્કીમ્સ સરકારે શરૂ કરી છે. 
- પે પેનલ અને ડિફેસ્ન પેશન થી ફાઈનેંશયલ ઈયર 2016-17માં ખર્ચ વધશે. 
- ફાયનેંશિયલ ઈયર 2016ના સંશોધિત અનુમાનમાં પ્લાંડ ખર્ચ વધશે - જેટલી 
- ફાઈનેનિશયલ ઈયર 2016ના સંશોધિત અનુમાનમાં પ્લાંડ ખર્ચ વધાર્વામાં આવ્યો 
- ફોરેક્સ રિજર્વ 350 અરબ ડોલરના સ્તર પર પહોંચી ગયો છે 
- ફાઈનેશિયલ ઈયર 2015-16 મા કંટ એકાઉંટ ડેફિસિટ જીડીપીનો 1.4 ટકા રહેવાનુ અનુમાન છે 
- અમે પડકારોનો અવસર બનાવ્યો છે. 

-નાણાપ્રધાન 11 વાગ્યે રજુ કરશે સામાન્ય બજેટ 
- નાણાકીય મંત્રી અરુણ જેટલી રાષ્ટ્રપતિ ભવનમાંથી નીકળ્યા 
- સેંસેક્સ 12 અંક વધીને 23,166 અને નિફ્તી 7029 સ્તર પર વેપાર કરી રહ્યો છે. 
- બજેટ પહેલા સ્ટોક માર્કેટ્માં સુસ્ત કારોબાર 
 
નાણામંત્રી દ્વારા બજેટ રજુ કરવામાં થોડાક જ કલાક બાકી છે. નાણાકીય મંત્રી અરુણ જેટલી નાણાકીય રાજ્યમંત્રી જયંત સિન્હા સાથે સંસદ ભવન પહોંચી ચુક્યા છે. 11 વાગ્યે તેમના બજેટ ભાષણની શરૂઆત થશે.  આવામાં એ જાણવુ જરૂરી છે કે બજેટમાં આજે શુ એલાન શક્ય છે. આ વખતે પણ નાણાકીય મંત્રી પાસે આશા રાખી શકાય છે કે ટેક્સ છૂટની લિમીટ વધારે. સૂત્રો મુજબ 50 હજાર સુધીની છૂટ સીમા વધારી શકાય છે. મતલબ અઢી લાખને બદલે 3 લાખ રૂપિયાની આવક પર છૂટ આપવાનુ એલાન થઈ શકે છે. 
 
ટીડીએસ ઓછુ થઈ શકે છે  ? 
 
આ ઉપરાંત ટીડીએસને લઈને મોટુ એલાન થઈ શકે છે. ટીડીએસ મતલબ સ્ત્રોત પર ટેક્સ ઓછો થઈ શકે છે. આ સમયે બેંકમાં જમા પૈસા પર 10 હજાર રૂપિયાથી વહ્દુ વ્યાજ મળવા પર ટીડીએસ લેવામાં આવી શકે છે.  જેને વધારીને 15  હજાર કરી શકાય છે. ટીડીએસ 10 ટકાના દરે આપવો પડે છે જેને પાંચ ટકા કરવાની શક્યતા છે. 

 
 

નાણાંપ્રધાન અરૂણ જેટલી આવતી કાલે સોમવારે નવા નાણાકીય વર્ષ માટે દેશનું રાષ્ટ્રીય બજેટ જ્યારે એનડીએ સરકારનુ્ ત્રીજુ બજેટ 2016-17 સંસદમાં રજૂ કરશે. આ બજેટ દેશનો આર્થિક વિકાસ દર, સરકારી ફાઈનાન્સ અને સુધારાની દિશા સ્થિરતા મેળવે તે વિશેની ચિંતા વચ્ચે રજૂ કરવામાં આવનાર છે. આવનારા દિવસોમાં રૂપિયાની કેવી રહેશે તેનો આધાર પણ અરૂણ જેટલીના કેન્દ્રીય બજેટ ઉપર રહેશે.

જેટલી બજેટમાં કોર્પોરેટ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાની જાહેરાત કરે એવી ધારણા છે. ગયા વર્ષના બજેટમાં એમણે કહ્યું હતું કે આ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 25 ટકા સુધી લાવી દેવામાં આવશે.

ઈન્વેસ્ટરોની નજર નાણાકીય ખાધને ઘટાડવા સરકાર બજેટમાં કેવા પગલાંની જાહેરાત કરે છે તેની પર છે. જેટલીએ ગયા વર્ષે નાણાકીય ખાધને ઘટાડવાનાં પગલાં વિશે કહેલું કે 2015-16માં ખાધ 3.9 ટકા હતી, 2016-17માં 3.5 ટકા અને 2017-18માં 3 ટકા સુધી નીચે લાવી દેવામાં આવશે.

ઈન્વેસ્ટરો બજેટના ટેક્સ માળખામાં ફેરફારની પણ આશા રાખે છે. તેમની નજર આઈટી ક્ષેત્ર સંબંધિત સરકારની ઘોષણા ઉપર છે. વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદામાં રાહત મળે, વિવિધ મૂડીરોકાણ યોજનાઓમાં કરવેરા મુક્તિમર્યાદા વધારવાની જાહેરાત કરાય એવી પણ લોકો આશા રાખીને બેઠા છે.

નાણાંપ્રધાન અરુણ જેટલી આવતીકાલે સંસદમાં  તો તેમાં સૌથી વધુ જોર કૃષિ અને ગ્રામિણ વિકાસ પર જોવા મળી શકે છે. તેનું કારણ છે. તેનું કારણ છે બજેટ પહેલા કૃષિ ક્ષેત્રને પાટા પર લાવવાની એક મોટી કવાયત. સાચા અર્થમાં કૃષિ ક્ષેત્ર પર બજેટને લઇને અત્યાર સુધીની સૌથી મોટી કવાયત છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ પર થઈ છે.

અટકળો એવી પણ છે કે હાઉસીંગ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા ઘરની ખરીદી પર નિયમો અને પ્રક્રિયાને સરળ બનાવવા અને હાઉસીંગ લોન પર વ્યાજ માટે કપાતની મર્યાદામાં વધારો થઈ શકે છે. ખેડૂતોને પણ સસ્તા દરે સરળતાથી ધિરાણ મળે અને વ્યાજ વગર કે રાહત દરે ટૂંકાગાળાની લોન મળે તેવા પ્રબંધો બજેટમાં લઈ શકે છે.

આ બજેટમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટરને પ્રોત્સાહિત કરવાનો અભિગામ જરૃર દેખાશે. નાણામંત્રી ડ્યુટી કરચોરીને ડામવા કેટલીક રાહતો સાથે કડક દૃષ્ટિકોણ અપનાવી શકે છે. કસ્ટમ ડ્યુટી રેટમાં સુધારા સંભવ છે. કેમિકલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા કોઈ નવી જાહેરાતો થઈ શકે છે. મૂડી રોકાણ વધારવા અને વિકાસના ક્ષેત્રે પ્રભાવી પ્રગતિ માટે પણ જોગવાઈઓ થઈ શકે છે. ટેક્સટાઈલ ક્ષેત્રમાં પ્રાણ ફૂંકવા યાર્નના આયાત ટેક્સમાં ઘટાડો થવો સંભવ છે. એન્ટી ડમ્પીંગ ડ્યુટીમાં ઘટાડો થઈ શકે છે.

ડિજિટલ ઈન્ડિયા અને સ્ટાર્ટ-અપ જેવા અભિગમોના સંદર્ભે કોઈ નવી યોજનાઓ જાહેર થઈ શકે છે. મુદ્રા બેંક ઉપરાંત આઈ.ટી. ક્ષેત્રના સેવા વ્યવસાયો અને ગ્રામ્ય સેવાઓ માટે વ્યાવસાયિકો અને સાહસિકોને પ્રોત્સાહિત કરવા નવી જાહેરાતો થવી સંભવ છે.

આ અટકળો વચ્ચે સોમવારે નાણામંત્રી દેશને કેવું બજેટ આપશે, તેના પર સૌની મીટ મંડોલી છે. અર્થતંત્રની મજબૂતી જાળવવાની સાથે સાથે, દેશભરમાં કટાક્ષો અને ટીકાઓ થઈ રહેલી હોવાથી 'અચ્છે દિન'ના સૂત્રને સાર્થક કરવા ગરીબ-મધ્યમ વર્ગ, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ-બાળકો માટે કોઈ વિશેષ જાહેરાતો થઈ શકે છે

Share this Story:

Follow Webdunia gujarati