Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનુષ્કાથી વિરાટનો વિરહ સહન ન થતાં મળવા ઈંગ્લેંડ પહોંચી

અનુષ્કાથી વિરાટનો વિરહ સહન ન થતાં મળવા ઈંગ્લેંડ પહોંચી

અનુષ્કાથી વિરાટનો વિરહ સહન ન થતાં મળવા ઈંગ્લેંડ પહોંચી
લંડન , બુધવાર, 9 જુલાઈ 2014 (14:47 IST)
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી વચ્ચીનો પ્રેમ ધીમે-ધીમે ખીલી રહ્યો છે અને એકબીજાની નજીક આવતા જાય છે. બંનેમાંથી ભલે કોઈ સંબંધનો સ્વીકાર કરતા ન હોય પરંતુ બંને એકબીજાને મળ્યા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. 
 
ઘણીવાર વિરાટ અનુષ્કાને મળવા ફિલ્મના સેટ પર પહોંચી જાય છે . આઈપીએલની મેચો દરમિયાન વિરાટ કોહલીએ અનુષ્કાને બર્થડે ગિફ્ટ આપવા યુઈએમાં મેચ પુરી થઈ કે તરત જ ભારત આવીને સેટ પર મળવા પહોંચી ગયો હતો . 
 
ભારતીય ટીમ ન્યુઝીલેંડમાં પ્રવાસે ગઈ ત્યારે પણ અનુષ્કા ત્યાં પહોંચી ગઈ હતી. બંને ઓક્લેંડની સડક પર હાથમાં હાથ નાખીને ફરતાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિરાટ શ્રીલંકા પણ ગયો હતો .જ્યાં અનુષ્કા પોતાની ફીલ્મ બોમ્બે વેલ્વેટનું શુટિંગ કરતી હતી. 
 
હવે આ બંને લંડનમાં એક સાથે જોવા મળ્યા છે. વિરાટ કોહલી હાલમાં ઈંગ્લેંડ સામે ટેસ્ટ શ્રેણી રમવા ત્યાં ગઈ છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ બુધવારથી શરૂ થતી ટેસ્ટ મેચની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે વિરાટ સેંટ્ર્લ લંડનની એક હોટલમાં અભિનેત્રી અનુષ્કા સાથે જોવા મળ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંનેએ અહીં ખૂબ સમય પસાર કર્યો હતો. 
 
વિરાટ અનુષ્કાએ તેમના સંબંધોને  લઈને મીડિયામાં ભલે કંઈ  ન કહ્યું હોય પરંતુ લંડનમાં બંને એક સાથે જોવા મળતાં બંને વચ્ચે કઈક રંધાઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati