Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોનમ કપૂરે ડોનાલ્ડ ટ્રંપને કહ્યુ 'મૂર્ખ'

સોનમ કપૂરે ડોનાલ્ડ ટ્રંપને કહ્યુ 'મૂર્ખ'
, શનિવાર, 10 માર્ચ 2018 (11:25 IST)
સોનમ કપૂરને એક વાત એટલી ગમી નહી કે તેણે દુનિયાના સૌથી તાકતવર લોકોમાંથી એક ડોનાલ્ડ ટ્રંપને મૂર્ખ લખી દીધુ.  સોનમ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપથી એટલી નારાજ છે. તેણે ટ્વિટર પર લખ્યુ છે કે ભારત પાસેથી કંઈક શીખવુ જોઈએ. 
સોનમ કપૂરની નારાજગીનુ કારણ અમેરિકી રાષ્ટ્રપતિનો એક નિર્ણય છે ટ્રંપે શિકાર દરમિયાન માર્યા ગયેલા હાથીઓના અંગને અમેરિકા આયાત કરવાની અનુમતિ આપી દીધી છે.  જ્યારે કે ઓબામા પ્રશાસને આ નિર્ણય પર રોક લગાવી રાખી હતી. 
webdunia
ટ્રંપના આ નિર્ણયથી વન્ય જીવ સમૂહો અને અનેક બિન સરકારી સંગઠનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ ટ્રંપ સરકારની આલોચના કરી છે. આ જ વાતથી નારાજ સોનમે એક ટ્વીટમાં ટ્રંપને મૂર્ખ કહ્યુ છે. સાથે જ કહ્યુ છે કે અમેરિકાએ ભારત પાસેથી શીખવુ જોઈએ. અહી વન્ય જીવોના શિકાર પર પ્રતિબંધ છે. 
 
સોનમ કપૂરે ટ્વીટ કર્યુ ભારતમાં શિકાર ગેરકાયદેસર છે. આ એક એવી વસ્તુ છે જે દુનિયા અમારી પાસેથી સીખી શકે છે. ટ્રંપ મૂર્ખ છે. સોનમે આ ટ્વીટ સાથે ટ્રંપને ટૈગ પણ કર્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે અમેરિકાના નેશનલ રાઈફલ એસોસિએશન અને સફારી ક્લબ ઈંટરનેશનલ ફાઉંડેશનનુ કહેવુ છે કે આફ્રિકી દેશોમાં એ લોકો શિકાર કરવા માટે રાજ્ય સરકારને મોટુ ધન અપએ છે. ત્યાની રાજ્ય સરકાર આ પૈસાના ઉપયોગ હાથીયોના સંરક્ષણમાં કરે છે. આ સંસ્થાઓનુ કહેવુ છે કે પૈસાના અભાવમાં આ દેશોમાં હાથિયોની યોગ્ય દેખરેખ થઈ શકતી નથી. 
 
અમેરિકામાં એ જોગવાઈ છે કે જો શિકારને કારણે કોઈ જાનવરના કોઈ ખાસ નસ્લના સંરક્ષણમાં સકારાત્મક ફેરફાર થાય છે તો એ જાનવરના અંગોને આયાત કરી શકાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પરમવિર ચક્ર વિજેતા સુબેદાર જોગીન્દરસિંહની બાયોપિક 6 એપ્રિલે રિલીઝ થશે