Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

8 વર્ષ પહેલા આ ફિલ્મમેકરે કરી હતી ઈચ્છામૃત્યુની 'ગુજારિશ', હવે આપ્યુ મોટુ નિવેદન

8 વર્ષ પહેલા આ ફિલ્મમેકરે કરી હતી ઈચ્છામૃત્યુની 'ગુજારિશ', હવે આપ્યુ મોટુ નિવેદન
, શનિવાર, 10 માર્ચ 2018 (15:00 IST)
સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણયમાં ગરિમા સાથે મોતને મૌલિક અધિકાર ઠેરવતા નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ અને લિવિંગ વિલને કાયદેસર ઠેરવ્યુ છે. જેવો આ નિર્ણય આવ્યો કે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભંસાલીએ આ મામલે મોટી ટિપ્પણી શેયર કરી. 
 
સંજય લીલા ભંસાલીએ કહ્યુ મને યાદ છે જ્યાર મેં ફિલ્મ ગુજારિશ બનાવી હતી ત્યારે ખૂબ વિવાદ મચ્યો હતો. ઈચ્છામૃત્યુ પર પોતાના વિચાર આપતા ભંસાલીએ કહ્યુ, 'જ્યારે મે કોઈ સંબંધીને આવી હાલતમાં જોયો હતો ત્યારે એહસાસ થયો હતો કે જીવનમાં એક સમય એવો  પણ આવે છે જ્યારે અંત જ એકમાત્ર ઉપાય હોય છે.'
 
સંજય લીલા ભંસાલીએ વર્ષ 2010માં ફિલ્મ ગુજારિશ બનાવી જેમા ઈચ્છામૃત્યુ ની માંગને યોગ્ય ઠેરવી હતી. આ ફિલ્મ એક એવા વ્યક્તિની સ્ટોરી છે જે 14 વર્ષોથી ક્વાડ્રોપ્લેજિયા નામની બીમારીથી પીડિત છે. તે ફક્ત બોલી શકે છે.  તેના આખા શરીરનો ભાગ લકવાગ્રસ્ત હોય છે. ફિલ્મમાં ઋત્વિક રોશન અને એશ્વર્યા રાય લીડ રોલમાં જોવા મળ્યા હતા. 
 
ફિલ્મ મેકર સંજય લીલા ભંસાલીએ જણાવ્યુ કે  જ્યારે તે પોતાની ફિલ્મ ગુજારિશ માટે રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે તેમણે રેફ્રેંસ માટે કોઈ ફિલ્મ નહોતી જોઈ.  તેમને જણાવ્યુ હુ નથી ઈચ્છતો કે મારી ફિલ્મ કોઈ બીજાના કામથી પ્રભાવિત થાય. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઠીક ન હોવાની કગાર પર પહોંચેલ દર્દીની લિવિંગ વિલને માન્યતા આપતા નિષ્ક્રિય ઈચ્છામૃત્યુને લઈને દિશાનિર્દેશ નક્કી કર્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનમ કપૂરે ડોનાલ્ડ ટ્રંપને કહ્યુ 'મૂર્ખ'