Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉપદ્રવી વાંદરાને વશમાં કરતાં મનોજભાઈ

ઉપદ્રવી વાંદરાને વશમાં કરતાં મનોજભાઈ

અલ્કેશ વ્યાસ

P.R

એક મકાનની છત પરથી બીજાની ગેલેરી ઉપર, મંદિરના શિખર પરથી લાઈટના થાંભલા પર ઉછળકુદ કરતાં વાંદરાઓ આપણે જોયા હશે. પરંતુ, શહેરોમાં ઠેર-ઠેર જોવા મળતાં વાંદરાઓ જ્યારે ઉપદ્રવ મચાવવા પર ઉતરે ત્યારે તેઓને રોકવા અત્યંત અશ્કય હોય છે. થોડા વર્ષો પહેલા ગુજરાતના કેટલાક શહેરોમાં વાંદરાઓનો ઉપદ્રવ વધી ગયો હતો. તે સમયે જંગલખાતાના અધિકારી એસ એસ સિંગે શહેરના તોફાની વાંદરાઓને પકડવાની જવાબદારી તંત્રના અન્ય અધિકારીઓ તથા સામાજીક સંસ્થાના હાથમાં સોંપી હતી. પરંતુ તે સમયે વાંદરા પકડવા માટેની કોઈ ખાસ તરકીબ અમલમાં મુકાતી ન હતી.

કહેવાય છે કે, શહેરમાં ઘુસેલા સિંહને પકડવો આસાન છે, પરંતુ એક વાંદરાને પકડવો અત્યંત મુશ્કેલ હોય છે. આ વખતે સેંકડો વાંદરાઓને પકડવા પડે તેવી પરિસ્થીતીનુ નિર્માણ થયુ. પરંતુ તેઓને પકડવા માટે કોઈ ખાસ યોજના તૈયાર ન હતી. આટલી મોટી સંખ્યામાં વાંદરા પકડવા માટે અનેક પાંજરા બનાવવા પડે તેમ હતુ. ઉપરાંત એક સ્થળેથી બીજા સ્થળે ઉછળકુદ કરતાં વાંદરાને પકડવા માટે પાંજરાને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવુ પડે તેવી મુશ્કેલીનો પર હાજર હતી. બીજુ તેમાં એકથી વધુ વાંદરા ભરાઈ જાય તો તેઓ એકબીજાને હાની ન પહોંચાડે તે બાબત પણ ધ્યાનમાં રાખવી પડે તેમ હતી.
webdunia
P.R

આ બધી બાબતોને અનુલક્ષમાં લઈને વન વિભાગના અધિકારીઓ તથા સામાજીક સંસ્થાના કાર્યકરોએ વાંદરા માટે ખાસ પ્રકારના પાંજરા બનાવવાનો નિર્ણય લીધો અને આ કામમાં જોતરાઈ ગયા. વડોદરાના જાણીતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર તથા કાર ક્લીનીકના સંચાલક મનોજ ઠાકરે વાંદરા પકડવાના પાંજરા બનાવવા માટે અથાગ પ્રયત્નો શરૂ કર્યા. અંતે તેમણે જુનવાણી પાંજરાઓમાં પોતાના અનુભવ મુજબ ફેરફારો કરીને વાંદરા પકડવા માટે ખાસ પ્રકારનુ પાંજરુ તૈયાર કરી નાંખ્યુ. તેમની આ શોધ એટલી કારગત નિવડી કે તેના કારણે શહેરમાંથી લગભગ 300થી વધુ વાંદરા પકડાયા અને તેઓને તેમના પ્રાકૃતિક આવાસોમાં છોડી દેવામાં આવ્યા. જેના કારણે શહેરમાંથી વાંદરાઓનો ઉપદ્રવ ઓછો કરવામાં વન વિભાગને સફળતા મળી હતી.

મનોજભાઈના આ ખાસ કામથી પ્રભાવિત થઈને વિભાગના ઉચ્ચ અધિકારી એસ એસ સિંગે તેમને ખાસ પ્રમાણપત્ર એનાયત કર્યુ હતુ. આ પ્રસંગને વાગોળતાં સીસીએફ રિસર્ચ એસ એસ સિંગે 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મનોજભાઈએ વાંદરા પકડવા માટે બનાવેલા પાંજરા તે વખતની અનોખી શોધ હતી અને તેમની આ શોધ હજી કામમાં આવી રહી છે. સેંકડો તોફાની વાંદરાઓ પકડીને રેકોર્ડ બ્રેક કરનાર મનોજભાઈ ઠાકરે 'વેબદુનિયા' સાથેની સાથેની વાતચીમાં જણાવ્યુ હતુ કે, તેમણે દરેક પ્રાણીની શારિરીક રચના અને તેના સ્વભાવને ધ્યાનમાં રાખીને પાંજરાઓમાં જરૂરી ફેરફારો કર્યા છે. વાંદરા બનાવવા માટેનુ પાંજરુ વજનમાં હલકુ બનાવવા માટે તેનામાં ઉપયોગમાં આવતા મટીરીયલ બદલ્યા છે. જ્યારે દિપડાના પાંજરાનો દરવાજો બંધ કરતી વખતે તેની પુછડીને ઈજા ન પહોંચે તેની તકેદારી રાખી છે. અલબત્ત, કેટલાક વન્યજીવો માટેના પાંજરાના દરવાજાને કાટ ન લાગે તે માટે તેમાં ટેફલોનનો ઉપયોગ કર્યો છે. તદ્ઉપરાંત પ્રાણી અંદર પ્રવેશે તે સમયે કોઈ અવાજ ન થાય તેની પણ તકેદારી રાખી છે.
webdunia
P.R

રસ્તા પર આતંક મચાવતાં અનેક વાંદરાઓને મનોજભાઈએ ખાસ પાંજરાની મદદથી ગણતરીના સમયમાં પકડી પાડ્યા છે. કેટલાક ઉપદ્રવી વાંદરાને પકડવા માટે દુરદુરથી તેમને બોલાવવામાં આવે છે. તોફાની વાંદરાઓને પકડવામાં માસ્ટર ગણાતા મનોજભાઈએ ડિઝાઈનમાં કરેલા ફેરફારો હવે જંગલ વિભાગ અપનાવતુ થયુ છે અને તેના કારણે વન્ય પ્રાણીઓને પકડવામાં તેઓને આસાની થઈ રહી છે.

અનોખા વ્યક્તિત્વોની અકલ્પનિય કાર્યસિદ્ધી વિષેના અહેવાલો વાંચવા માટે અહીં ક્લિક કરો...

Share this Story:

Follow Webdunia gujarati