Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્યાગની પવિત્ર ભાવનાનું પ્રતિક બકરીઈદ

ત્યાગની પવિત્ર ભાવનાનું પ્રતિક બકરીઈદ
N.D

ઈદ અલ અજહા (બકારીઈદ)નો તહેવાર ખુદાના રસ્તામાં પોતાનું બધુ જ કુર્બાન કરી દેવાના જજ્બાનું પ્રતિક છે. કુર્બાની આપવાની જગ્યાએ જબરજસ્તી લેવા માટે ચાલી નીકળેલા દસ્તુરને લીધે બદલાયેલ પરિસ્થિતિમાં આ તહેવારનો સંદેશ વધારે પ્રાસંગિક બનીને ઉભરી આવ્યો છે આવું પ્રમુખ મુસ્લીમ ધર્મગુરૂઓનું પણ માનવું છે.

બકરીઈદનો તહેવાર પૈગમ્બર હજરત ઈબ્રાહીમ અલિહિસ્સલામની અલ્લાહ દ્વારા લેવાયેલી પરીક્ષા અને તેમના તેની પર સાચા ઉતરવાની યાદમાં ઉજવવામાં આવે છે.

કુરાન શરીફની અંદર વર્ણવેલા તથ્યોને અનુસાર અલ્લાહે હજરત ઈબ્રાહીમની પરીક્ષા લેવા માટે તેમને એક સ્વપ્ન આપ્યું હતું. તેની અંદર તેમણે અલ્લાહના નામે પોતાની સૌથી ગમતી વસ્તુને કુર્બાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. વારંવાર એક જ સ્વપ્ન આવવા પર હજરત ઈબ્રાહીમે તેમને સૌથી વ્હાલા પુત્ર હજરત ઈસ્માઈલને ખુદા માટે કુર્બાન કરવાનો નિર્ણય કરી લીધો.

અલ્લાહના હુક્મ પર અમલ કરીને ઈબ્રાહીમ કુર્બાની આપવા માટે પોતાના પુત્ર ઈસ્માઈલને એક પહાડી પર લઈ ગયાં હતાં. પિતા હોવાને લીધે તેઓ પોતાના પુત્રની કુર્બાની આપતી વખતે વિચલીત ન થાય તે માટે તેમણે પોતાની આંખ પર પટ્ટી બાંધી દિધી હતી.

હકીકતમાં અલ્લાહ ઈબ્રાહીમનો પોતાની પ્રત્યેનાં પ્રેમ અને ત્યાગને જાણવા માંગતાં હતાં. એટલા માટે તેમણે ઈસ્માઈલની જગ્યાએ એક બકરાને મુકી દિધો. આનાથી ઈબ્રાહીમની ત્યાગની ભાવનાની પરિક્ષા પણ થઈ ગઈ અને ઈસ્માઈલનો જીવ પણ બચી ગયો. ત્યારથી બકરી ઈદ ઉજવવાનો તહેવાર શરૂ થયો છે.

ઈદનો તહેવાર માત્ર એક જાનવરની બલિ આપીને તહેવારની ઉજવણી કરવાનો નથી પરંતુ માણસાઈ, ભાઈચારો અને મોહબ્બતને જ જીંદગીનો સાર કહેનારાઓ માટે અલ્લાહની રાહમાં પોતાની સૌથી પ્રિય વસ્તુની કુર્બાની આપવાની પવિત્ર ભાવનાનું પ્રતિક છે.

Share this Story:

Follow Webdunia gujarati