Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અલ્લાહના 99 નામ પાર્ટ-6

અલ્લાહના 99 નામ પાર્ટ-6
N.D
૫૧. અશ્‌-શહીદ (દરેક જગ્યાએ ઉપસ્થિત અને જોનર)
જે વ્યક્તિની પત્ની કે બાળકો આજ્ઞાકારી ના હોય તેમણે રોજ સવારે તેમના માથા પર હાથ મુકીને 21 વખત યા શહીદ પઢકર ફૂઁકી દો, આજ્ઞાકારી થઈ જશે.

૫૨. અલ્‌-હક્ક (સત્ય)
જે વ્યક્તિ વર્ગાકાર (ચોરસ) કાગળના ખુણાઓ પર અલ્‌-હક્ક લખીને સવારે હથેળી પર મુકીને આજાશ તરફ ઉંચુ કરીને દુઆ કરશે, તો ખોવાયેલ વ્યક્તિ કે સામાન મળી જશે અને તે હાનિથી બચી જશે.

૫૩. અલ્‌-વકીલ (કાર્ય સફળ કરનાર)
જે વ્યક્તિ કોઈ પણ આકાશને લગતી આફત કે ભયના સમયે ગણ્યા વિના યા વકીલ પઢશે તે દરેક સમસ્યાથી બચી જશે. દરેક હર ઇચ્છાની પૂર્તિ માટે પઢવું લાભકારી છે.

૫૪. અલ્‌-કવી (ખુબ જ શક્તિમાન)
જે વ્યક્તિ હકીકતમાં શત્રુ દ્વારા પીડિત હોય તેમજ શત્રુ શક્તિશાળી હોય તો ગણ્યા વિના યા કવી પઢશે તો શત્રુથી સુરક્ષિત રહેશે. (અસહનીય સ્થિતિ કે વધારે પડતી વખત ન પઢશો)

૫૫. અલ્‌-મતીન (મજબૂત)
જે સ્ત્રીને દૂધ ના આવતું હોય તેણે અલ્‌-મતીન કાગળ પર લખીને, ધોઈને પીવડાવો, ખૂબ જ દૂધ થશે. જો કોઈ નબળી વ્યક્તિ યા મતીન પઢશે તે શક્તિશાળી થઈ જશે. જો કોઈ કુકર્મી વ્યક્તિ પર પઢવામાં આવે તો, તે કુકર્મોંને છોડી દેશે. ઇન્શા અલ્લાહ.

૫૬. અલ્‌-વલી (મદદ અને હિમાયત કરનાર)
જે વ્યક્તિ પોતાની પત્નીની આદતો તેમજ વ્યવહારથી અપ્રસન્ન હોય, તેણે જ્યારે પણ તેની સામે જાય ત્યારે યા વલી પઢે તો સારો વ્યવહાર થઈ જશે. જ્યારે પણ કોઈ કષ્ટ થાય ત્યારે જુમેની રાત્રે (શુક્રવારની રાત્રે ) ૧૦૦૦ વખત પઢો, કષ્ટ દૂર થઈ જશે.

૫૭. અલ્‌-઼હમીદ (પ્રશંસનીય)
જો વ્યક્તિ ૪૫ દિવસ સુધી બરાબર એકાંતમાં યા હમીદ ૯૩ વખત પઢશે તેની બધી જ ખરાબ આદતો દૂર થઈ જશે.

૫૮. અલ્‌-મુ઼હ઼સી (ગણના કરનાર)
જે વ્યક્તિ રોટલીના ૨૦ ટુકડા પર દરરોજ યા મુ઼હ઼સી પઢીને ફૂઁકેશે અને ખાશે તો આખી સૃષ્ટિ તેને પ્રેમ કરવા લાગશે.

૫૯. અલ્‌-મુબ્દી (પહેલી વખત પૈદા કરનાર)
જે વ્યક્તિ પ્રાતઃ સમયે ગર્ભવતી સ્ત્રીના પેટ પર હાથ મુકીને ૯૯ વખત યા મુબ્દી પઢશે તેને ગર્ભપાત પણ નહિ થાય અને અને સમય પહેલા બાળક પણ નહિ જન્મે.

૬૦. અલ્‌-મુ'ઈદ (બીજી વખત પેદા કરનાર)
ખોવાયેલ વ્યક્તિને પાછી લાવવા માટે જ્યારે ઘરના બધા જ લોકો સુઈ જાય ત્યારે ઘરના ચારેય ખુણામાં ૭૦-૭૦ વખત યા મુ'ઈદ પઢો, ઇન્શા અલ્લાહ સાત દિવસમાં પાછો આવી જશે કે તેની ખબર પડી જશે.

Share this Story:

Follow Webdunia gujarati