Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યારે આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો.... ધ્યાન રાખો આ વાતો

જ્યારે આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો.... ધ્યાન રાખો આ વાતો
, બુધવાર, 28 ડિસેમ્બર 2016 (10:11 IST)
કોઈપણ દેવી દેવતાનુ પૂજન આરતી સાથે જ પુર્ણ થાય છે. આ કારણે આરતીના સંબંધમાં અનેક નિયમો બતાવાયા છે. શાસ્ત્રો મુજબ આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જાય તો અપશકુન માનવામાં આવે છે. આ કરણે  આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા વગેરે કર્મ જ્યા સુધી પુર્ણ ન થાય ત્યા સુધી દીવો સળગતો રહેવો જોઈએ. અહી જાણો જો પુર્ણ સાવધાની રાખવા છતા પણ જો દીવો ઓલવાય જાય તો શુ કરવુ જોઈએ.. 
 
જો કોઈ કારણસર દીવો ઓલવાય જાય છે તો એવુ માનવામાં આવે છે કે જે મનોકામના માટે પૂજા કરવામાં આવી રહી છે તેમા કોઈ બાધા ઉત્પન્ન થઈ શકે છે. સાથે જ એ પણ સંકેત હોઈ શકે કે તમારા દ્વારા પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય. તેથી ઈશ્વર પાસે પોતાની ક્ષમા યાચના કરવી જોઈએ. 
 
આગળ જાણો દીવો પ્રગટાવતી વખતે કંઈ વાતોનુ ધ્યાન રાખશો 
webdunia
શાસ્ત્રોમાં ભગવાનને પ્રસન્ના કરવા માટે અનેક માર્ગ બતાવ્યા છે. આ જુદી જુદી વિધિયો ભગવાનની પ્રસન્નાતા અપાવે છે. જેનાથી આપણી બધી મનોકામનાઓ પુર્ણ થાય છે. ઈશ્વરને પ્રસન્ના કરવા માટે સૌથી વધુ પ્રચલિત ઉપાય છે ભાગવાનની આરતી કરવી. 
 
આરતી કરતી વખતે જો દીવો ઓલવાય જાય છે તો ભગવાન પાસે ક્ષમા માંગીને ફરીથી દીપક પ્રગટાવીને આરતી કરવી જોઈએ. સાથે જ જે કાર્ય માટે પૂજા કરવામાં આવી રહી છે એ કાર્યને કરતી સમયે પુર્ણ સાવધાની રાખવી જોઈએ. નહી તો સફળતા પ્રાપ્ત કરવી વધુ મુશ્કેલ થઈ શકે છે. 
 
દીવો તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની વાતો 
 
આરતી માટે દીવો તૈયાર કરતી વખતે ધ્યાન રાખો કે દીવામાં પુરતુ ઘી કે તેલ હોય.  દીવાની જ્યોત જે કપાસમાંથી બનાવવામાં આવે છે  એ પણ સારી રીતે બનાવવી જોઈએ. સાથે જ પૂજા અર્ચના કરતી વખતે એ ક્ષેત્રમાં પંખો કે કુલર વગેરે પણ ન ચલાવવા જોઈએ. તેજ હવાથી પણ દીવો ઓલવાય શકે છે. પૂજન કાર્યમાં સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો. ભગવાનની આરાધના પહેલા ખુદને પણ પવિત્ર કરી લેવા જોઈએ.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુધવારે દાન કરો મગ મળશે શુભ ફળ