હિન્દુ ધર્મ - તમે જાણો છો કે શુભ કાર્યમાં અક્ષત(ચોખા)નો ઉપયોગ કેમ કરવામાં આવે છે

શુક્રવાર, 30 માર્ચ 2018 (11:18 IST)
ઘરના અન્ન ભંડારથી લઈને દરેક શુભ કાર્યમં અક્ષત મતલબ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. અક્ષતનો અર્થ થાય છે જેનુ ક્યારેય અહિત ન થાય તેને કોઈ પણ પ્રકારનુ અહિત ન થાય. 
 
પૂજામાં પ્રયોગ થનારા ચોખાને મૂળ રૂપે અક્ષત કહેવામાં આવે છે. તેમા તૂટેલા ચોખાનો ક્યારેય પ્રયોગ નથી કરવામાં આવતો. હિન્દુ ધર્મમાં તેને સંપૂર્ણતા અને સમૃદ્ધિનુ પ્રતીક માનવામાં આવે છે. 
 
ચોખા ક્યારેય પણ એંઠા નથી હોતા કારણ કે તે ધાનની અંદર બંધ હોય છે. તેથી તે ભગવાનને અર્પિત કરવામાં આવે છે અને 
 
તિલક લગાવતી વખતે કંકુ સાથે મિક્સ કરીને માથા પર લગાવવામાં આવે છે. 
 
એવુ કહેવામાં આવે છે કે લગ્ન સમયે યુવતીની વિદાય થાય છે ત્યારે તેના નીકળતી વખતે તેના નકારાત્મક શક્તિઓ તેનાથી દૂર રહે. 
 
આ ઉપરાંત અ સંપન્નતાનુ પણ પ્રતીક માનવામાં અવે છે. યુવતી જતી વખતે પણ પોતાના હાથથી ચોખા ફેંકે છે. તેનાથી ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી અને ધનની કમી રહેતી નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING