Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ છે એ 10 ખાસ વસ્તુઓ જેનાથી ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરી શકો છો..

આ છે એ 10 ખાસ વસ્તુઓ જેનાથી ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરી શકો છો..
, સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (17:09 IST)
કૃષ્ણ જન્માષ્ટમી 2018 - આજે મથુરા અને વૃન્દાવનમાં જન્માષ્ટમી ઉજવાય રહી છે. આ પર્વ પર તમે પણ તમારા ઘર કે કોઈ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરી શકો છો. બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં કેટલીક ખાસ વસ્તુઓ હોવી ખૂબ જરૂરી છે. જેના વગર ભગવાન કૃષ્ણની પૂજા અધુરી માનવામાં આવે છે.  આમ તો પૂજામાં અનેક વસ્તુઓ હોય છે પણ સામાન્ય લોકો માટે સમય અને પૈસાની કમીને કારણે બધી વસ્તુઓ લેવી શક્ય નથી.  પણ અમે તમને આવી જ કેટલીક ખાસ વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે જે સહેલાઈથી મળી જાય છે અને તેના વગર ભગવાનની પૂજા પણ અધુરી માનવામાં આવે છે.  

 
- આસન - શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપના સુંદર આસન પર કરવી જોઈએ. આસન લાલ, પીળા કે કેસરિયા રંગનો કે બેલબૂટોથી સજેલી હોવી જોઈએ. 
 
- પાદ્ય - જે વાસણમાં ભગવાનના ચરણ ધોવામાં આવે છે તેને પાદ્ય કહે છે.  તેમા શુદ્ધ પાણી ભરીને ફુલોની પાંખડીઓ નાખવી જોઈએ. 
 
- પંચામૃત - આ મધ, ઘી, દહી, દૂધ અને ખાંડ  આ પાંચ વસ્તુઓને મળીને તૈયાર કરવુ જોઈએ. પછી શુદ્ધ પાત્રમાં તેનો ભોગ ભગવાનને લગાવો. 
 
- અનુલેપન - પૂજામાં વપરતા દુર્વા, કંકુ, ચોખા, અબીલ, સુગંધિત ફુલ અને શુદ્ધ જળને અનુલેપન કહેવામાં આવે છે. 
 
- આચમનીય - આચમન (શુદ્ધિકરણ) માટે પ્રયોગમાં લેવામાં આવનારુ જળ આચમન કહેવામાં આવે છે. તેમા સુગંધિત દ્રવ્ય અને ફુલ નાખવા જોઈએ. 
 
-સ્નાનીય -શ્રીકૃષ્ણને સ્નન માટે પ્રયોગમાં આવનારા દ્રવ્યો (પાણી-અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ)ને સ્નાનીય કહેવામાં આવે છે. 
 
-ફૂલ - ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં સુગંધિત અને તાજા ફૂલોનુ વિશેષ મહત્વ છે. તેથી શુદ્ધ અને તાજા ફૂલોનો જ પ્રયોગ કરવો જોઈએ. 
 
ભોગ - જન્માષ્ટમીની પૂજા માટે બનાવેલ ભોગમાં માખણ, મિશ્રી, તાજી મીઠાઈઓ, તાજા ફળ, લાડુ, ખીર, તુલસીન પાન સામેલ કરવા જોઈએ. 
 
ધૂપ - વિવિધ ઝાડના સારા ગુંદર અને અન્ય સુગંધિત પદાર્થોથી બનેલ ધૂપ ભગવાન કૃષ્ણે ખૂબ પ્રિય માનવામાં આવે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રી ગણેશને દૂર્વા ચઢાવવાનું મહત્વ અને વિધિ