Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દીપદાન - કાર્તિકમાં દીપ દાનનું મહત્વ

દીપદાન - કાર્તિકમાં દીપ દાનનું મહત્વ
, શુક્રવાર, 9 નવેમ્બર 2018 (08:25 IST)
કાર્તિક મહિનામાં દાન-સ્નાન-તુલસીપૂજા અને નારાયણ પૂજાનુ ખૂબ મહત્વ છે. કાર્તિક મહિનાની વિશેષતાનું વર્ણન સ્કન્દ પુરાણમાં પણ છે. સ્કન્દ પુરાણમાં લખ્યુ છેકે બધા મહિનમાં કાર્તિક માસ દેવતાઓમાં વિષ્ણુ ભગવના તીર્થોમાં નારાયણ તીર્થ શુભ છે. કળયુગમાં જે તેમની પૂજા કરશે તે પુણ્યોને પ્રાપ્ત કરશે. પદમ પુરાણ મુજબ કાર્તિક માસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારો છે. 
 
કાર્તિક મહિનાની શરૂઆત થતા જ શ્રદ્ધાલુજન દાન સ્નાન અને વિવિધ પ્રકારથી પૂજા પાઠ કરે છે. બધા પોતાની શ્રદ્ધા મુજબ પૂજા અને વ્રત કરે છે. આ મહિનાની ઘણી વિશેષતાઓ છે. આ મહિનામાં તુલસીની પૂજા કરવામાં આવે છે.  આ ઉપરાંત આ મહિનામાં દીપદાનનું ખૂબ જ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ મહિનામાં જે વ્યક્તિ મંદિરમાં કે નદી કિનારે તુલસીના છોડ નીચે અને પોતાના બેડરૂમમાં દીવો પ્રગટાવે છે તેમને બધા સુખોની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના સામે દીવો સળગાવવાથી અનંત સુખોની પ્રાપ્તિ થાય છે. પુણ્ય કર્મોમાં વધારો થાય છે.  
 
 કાર્તિકમાં દીપ દાનનું મહત્વ 
 
દીપદાન માટે કાર્તિક મહિનો વિશેષ મહત્વનો છે. શાસ્ત્રો મુજબ આ મહિનામાં ભગવાન વિષ્ણુ ચાર મહિનાની પોતાની યોગનિદ્રાથી જાગે છે. વિષ્ણુજીને નિદ્રામાંથી જગાવવા માટે મહિલાઓ વિષ્ણુજીની સખીઓ બને છે. અને દીપદાન તેમજ મંગલદાન કરે છે. આ રીતે દેવોત્થાન અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ પોતાની નિદ્રાથી જાગે છે અને પોતાનો કાર્યભાર સંભાળે છે.  આ મહિનામાં દીપદાન કરવાથી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં છવાયેલ અંધકાર દૂર થાય છે. વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. 
 
પદ્મપુરાણ મુજબ કાર્તિકના મહિનામાં શુદ્ધ ઘી અથવા તેલનો દીવો વ્યક્તિએ પોતાની સામર્થ્યાનુસાર પ્રગટાવવો જોઈએ. આ મહિનામાં જે વ્યક્તિ ઘી અથવા તેલનો દિવો પ્રગટાવે છે તેને અશ્વમેઘ યજ્ઞ બરાબર ફળ મળે છે. મંદિરોમાં અને નદિ કિનારે દીપદાન કરવાથી લક્ષ્મીજી પ્રસન્ના થાય છે. 
 
પદ્મપુરાણમાં એ પણ લખ્યુ છે કે દુર્ગમ સ્થાન અથવા ભૂમિ પર દીપદાન કરવાથી વ્યક્તિ નરક જવાથી બચી જાય છે.   આ મહિનામાં હરિબોધિની અગિયારસના પ્રસંગ પર ભગવાન વિષ્ણુની સમક્ષ કપૂરનો દીવો પ્રગટાવવાથી શ્રદ્ધાળુઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.  કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશીથી કાર્તિક શુક્લ પક્ષની દ્વિતીયા એક દીપદાનનુ વિશિષ્ટ મહત્વ છે. એવુ કહેવાય છે કે ત્રયોદશીએ દીપદાન કરવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ના થાય છે. વ્યક્તિના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભાઈબીજ : ભાઈબહેનનો અપાર પ્રેમ, જાણો ભાઈબીજનું મુહુર્ત